હેરિટેજ ટપાલપેટીમાં પોસ્ટકાર્ડ નાખી કન્યાકુમારીના કલેક્ટરે કચ્છના કલેકટરને સંદેશ મોકલીને એક અનોખી પહેલ શરૂ કરી છે.ભારતીય પોસ્ટલ વિભાગે કન્યાકુમારી ખાતે ષષ્ઠકોણ ટપાલ પેટીની સેવા તાજેતરમાં અમલમાં મુકી છે ૧ મીટર ઊંચી અને ૩૦૦ કિલોગ્રામ વજન ધરાવતી આ હેરિટેજ ટપાલપેટીને પુન: સેવામાં મુકવાનો હેતુ પ્રવાસીઓના આકર્ષણ સાથે ઈન્ટરનેટના યુગમાં પત્રલેખનની વિસરાઈ રહેલી કલા-ટપાલ સેવાને પુન: સજીવન કરવાનો છે. કન્યાકુમારી ના કલેક્ટર પ્રશાંત વડનેરે એ ટપાલપેટીના લોકાર્પણ પ્રસંગે જમ્મુ-કાશ્મિરના લેહ, કચ્છના કલેકટર રેમ્યા મોહન અને અરૂણાચલના જિલ્લા કલેક્ટરને શુભેચ્છા સંદેશ સાથેના પોસ્ટકાર્ડ પોસ્ટ કર્યાં છે. ગુરુવારે લોકાર્પિત કરાયેલી આ ટપાલ પેટી પર ત્રાવણકોર સ્ટેટના પ્રતીક સમાન શંખનું એમ્બ્લેમ છે. જેની વચ્ચોવચ ત્રાણવકોર અંચલ શબ્દ ઉપસાવાયેલો છે. પોસ્ટબોક્સના લોકાર્પણ પ્રસંગે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ચલાવાતા એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત જમ્મુ-કાશ્મિરથી કન્યાકુમારી આવેલાં ૬૦ છાત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ તેમના નિકટના લોકોને પોસ્ટકાર્ડ લખ્યાં હતા. કન્યાકુમારી ના જિલ્લા કલેક્ટરે આ પ્રસંગે રજવાડી બોક્સ ટૂરિસ્ટોના આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે વિસરાઈ રહેલી પત્રલેખનની કલાને સજીવન કરવામાં મહત્વની બની રહેશે તેવું ટ્વિટ કરી પ્રથમ પોસ્ટકાર્ડ કાશ્મિરના કલેક્ટર અને બીજું પોસ્ટકાર્ડ કચ્છના કલેક્ટરને પોસ્ટ કર્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.