જૂનાગઢ પાસેના કેરાળા ખાતે મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ ગ્રામસભામાં જિલ્લા કલેક્ટર રચિત રાજ એસટીની લોકલ બસમાં સાથી પેસેન્જર સાથે સામાન્ય વ્યક્તિની જેમ બેસી, કેરાળા ગામે પહોંચી, લોકોની સાથે નીચે બેસી જઈ, સ્વચ્છતા અભિયાન અને 100 ટકા કોરોના રસીકરણ સહિતની બાબતો અંગે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી માર્ગદર્શન આપ્યુ હતુ.
જુનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજ એસટી બસમાં સામાન્ય વ્યક્તિની જેમ બેસી, કેરાળા ગામે પહોંચી, કેરાળા ગામના સરપંચ ભાણકુભાઇ વાઘના અધ્યક્ષસ્થાને યોજાએલ ગ્રામસભામાં ઉચ્ચા સ્થાને બેસવાના બદલે લોકોની સાથે નીચે બેસી જઈ, જલ જીવન મિશન, વતન પ્રેમ યોજના, 15 નાણાપંચની ગ્રાન્ટના વિકાસકામો અંગે જિલ્લા કલેક્ટરએ ગ્રામજનોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ.
આ સાથે કેરાળા ખાતે જિલ્લા કલેક્ટરએ સ્વચ્છતા અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો હતો. ગ્રામજનોએ સ્વચ્છતાના શપથ પણ લીધા હતા. કલેકટર એ અહિં કસ્તુરબા બાલિકા વિધાલયની મુલાકાત લઇ વિધાર્થીનીઓને મળી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરી હતી.
કેરાળા ગામે યોજાયેલી ગ્રામસભામાં જૂનાગઢ પ્રાંત અધિકારી અંકિત પન્નૂ, મામલતદાર સામળા તલાટી એસ.બી.સોવાસીયા, સરપંચ ભાણકુભાઇ વાઘ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.