કોરોના સહાય કામગીરીની સમિક્ષા
અબતક, રાજકોટ
રાજકોટ જિલ્લામાં આગામી તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન અને તે પૂર્વે તંત્ર દ્વારા કરવાની થતી કામગીરી અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જિલ્લાના મામલતદાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યું હતું અને ચૂંટણના સ્ટાફની નિમણૂક તેમજ ચૂંટણીના દિવસે મતદાન અંગેની વિગતો આંકડા સમયસર અપડેટ થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત વેકિસનેશન અંગે જ્યાં પ્રથમ અને બીજો ડોઝ બાકી હોય ત્યાં ઘરે ઘરે સર્વે કરી કામગીરી પૂર્ણ કરવા અને દેખરેખ રાખવા પ્રાંત અધિકારીઓને પણ જણાવવામાં આવ્યું હતું. કોવીડ 19 ના મૃતકોના વારસદારોને રૂપિયા 50 હજારની સહાય અંગે ઓનલાઈન થયેલી અરજી મંજુર કરવાની કામગીરી અંગે તેમજ અરજદારોને ઝડપથી સહાય ચૂકવાઇ જાય તે માટે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ બેઠકમાં અધિક કેલકટર કે.બી ઠક્કરે પણ જરૂરી માહિતી આપી હતી. પ્રાંત અધિકારીઓ તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ ઓનલાઇન જોડાયા હતા.