હળવદ પ્રાંત, માળીયા મામલતદાર અને ડિઝાસ્ટર લાયઝનિંગ અધિકારીને તકેદારી રાખવાનો આદેશ

હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તરીમાં સાગર વાવાઝોડા અંગે આગાહી કરવામાં આવી છે જેના પગલે જિલ્લા કલેક્ટરે હળવદ પ્રાંત અધિકારી અને માળિયા તાલુકા મામલતદારને સતર્ક રહેવાની સૂચના આપી છે.

હવામાન વિભાગ અમદાવાદ દ્વારા આજ રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં સાગર સાયકલોન સ્ટોર્મ ની આગાહી આપવામાં આવી છે. હાલમાં નવલખી બંદર પર પોર્ટ ઉપર બે નંબરનું સિગ્નલ આપવામાં આવેલ છે અને પવનની ગતિ વધવાની સંભાવના હોય જેથી જિલ્લા કલેક્ટરે હળવદ પ્રાંત અધિકરી માળીયા ડિઝાસ્ટર લાયઝનિંગ અધિકારી તેમજ માળીયા તાલુકા મામલતદારને યોગ્ય તકેદરીના પગલા લેવા માટે સૂચના આપી છે.

વધુમાં જિલ્લા કલેક્ટરે સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવાનું પણ જણાવ્યું છે. કોઈપણ અનિચ્છનીય બનાવ કે અકસ્માત થાય અથવા સંભાવના હોય તો જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ અથવા ઇમરજન્સી હોટલાઈન ૧૦૭૭ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.