‘દિપ સે દિપ જલાઓ’ના માધ્યમથી સમગ્ર દેશમાંથી કોરોના વાયરસને નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા સાથે દેશવાસીઓએ વડાપ્રધાન મોદીના આહવાનને પ્રચંડ સમર્થન આપ્યું હતું. તમામ વિસ્તારોમાં અબાલ વૃદ્ધ, ગરીબ તવંગર સહિતના લોકોએ દિવડા, મીણબતી અને મોબાઈલની ફલેશ લાઈટથી મહામારીને દૂર કરવાનો સંકલ્પ પાર પાડી બતાવ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ વિસ્તારો પ્રકાશમય બન્યા હતા. વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ શેરી-ગલીઓમાં ઘરે-ઘરે દિપમાલા જગાવી ભારતીય સંસ્કૃતિમાં દિપ જયોતને અપાયેલા માહત્મ્યને ઉજાગર કર્યું હતું.
મુખ્યમંત્રી રૂપાણીએ અર્ધાંગ્ની સાથે તેજોમય પ્રકાશ ફેલાવ્યો
દિપમાલા પ્રગટાવી મહામારીની તમસને દૂર કરવા સંકલ્પ
વાયરસને ભગાડવા ગો-કોરોના, ગો…
ભારતીય સંસ્કૃતિમાં દિપ જ્યોતને અપાયેલા મહત્વને ઉજાગર કરતું પોલીસ તંત્ર
ગૃહમંત્રી અમિત શાહએ કોરોના સામેની લડત દિપ જલાવી મજબૂત બનાવી
ઉત્સાહ અને ઉમંગમાં સોશિયલ ડિસ્ટન્સીંગ ભુલાયુ
ઉરના ઉમકળાથી ઉજળી આશા ઉજાગર કરતા ઉદય કાનગડ
કોરોના વાયરસની જંગમાં જીત માટે ઉરના ઉમકળાથી ઉજળી આશાને સ્ટે.કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે દિપ જ્યોત જલાવી ઉજાગર કરી હતી. તેઓ લોકોની સાથો સાથ જંગમાં સહભાગી બન્યા હતા.