રાજયનાં ૧૪ શહેરોનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી કરતા પણ નીચું
રાજયમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનનાં કારણે હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ સુધી ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૭.૪ ડિગ્રી જયારે નલીયાનું લઘુતમ તાપમાન ૩.૮ ડિગ્રી નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૭.૪ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૩.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. જયારે નલીયાનું લઘુતમ તાપમાન ૩.૮ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૪.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને ૪ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જયારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૬.૫ ડિગ્રી અને મહતમ તાપમાન ૧૦.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૩૪ ટકા અને ૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો જયારે જામનગરનું લઘુતમ તાપમાન ૫.૮ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૨.૨ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને ૩.૭૪ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજયમાં ૧૪ શહેરોનું લઘુતમ તાપમાન આજે ૧૦ ડિગ્રી કરતા નીચે નોંધાયું છે. જેમાં અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૦.૪ ડિગ્રી, ડિસાનું ૯ ડિગ્રી, વડોદરાનું ૧૧.૪ ડિગ્રી, સુરતનું ૧૩.૫ ડિગ્રી, રાજકોટનું ૭.૪ ડિગ્રી, કેશોદ-જુનાગઢનું ૭.૪ ડિગ્રી, ભાવનગરનું ૧૧.૪ ડિગ્રી, પોરબંદરનું ૭.૬ ડિગ્રી, વેરાવળનું ૧૧.૬ ડિગ્રી, દ્વારકાનું ૧૩.૩ ડિગ્રી, ઓખાનું ૧૭.૭ ડિગ્રી, ભુજનું ૮.૮ ડિગ્રી, નલીયાનું ૩.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૯.૮ ડિગ્રી, ન્યુ કંડલાનું ૮.૫ ડિગ્રી, અમરેલીનું ૮.૪ ડિગ્રી, ગાંધીનગરનું ૯.૨ ડિગ્રી, મહુવાનું ૯.૯ ડિગ્રી, દિવનું ૯.૫ ડિગ્રી અને વલ્લભવિદ્યાનગરનું ૧૦.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. તજજ્ઞોનાં મતે ઉતર-પૂર્વીય પવનોનાં લીધે ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે. હજુ આગામી બે થી ત્રણ દિવસ સુધી સરેરાશ લઘુતમ તાપમાન થવાની સંભાવના નહિવત છે જોકે ત્યારબાદ ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ ઘટશે અને લોકોને આંશિક રાહત મળે તેવી શકયતા સેવાઈ રહી છે.
હીલ સ્ટેશનો ઠંડાગાર: હિમ વર્ષાથી બરફની ચાદર પથરાઇ
હિમાચલ પ્રદેશના ટોચના પર્યટક સ્થળ ફુકરી ડેલહાઉસ અને સિમલામાં બરફ વર્ષાનું અહલાદય વાતાવરણ જામ્યું છે જો કે રાજયના અન્ય કેટલાક વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદી ઝાપટા શરુ થયા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હિમાચલ પ્રદેશમાં ગુરુવાર શુંકનવંતો સાબિત થયો હોય તેમ ફુકરીમાં ૧૦ સેમી, ડેલહાઉસ માં પ સેમી અને સીમલામાં પણ બરફ વર્ષા શરુ થઇ હોવાનું હવામાન વિભાગના નિર્દેશક મનમોહન સિંગે માહીતી આપતા જણાવ્યું હતું કે રાજયના પાટનગર સિમલાના હળવી બરફ વર્ષા નો લાભ મળ્યો હતો. ગુજરાતમાં જેવીરીતે વાવણીના વરસાદ ઉપર તમામની મીટ અને ખેતીની ઉપજનો આધાર છે તેવી જ રીતે હિમાચલ પ્રદેશ માટે પ્રવાસન ઉઘોગની ફસલ લણવા માટે મોસમના પ્રથમ બરફ વર્ષાનું ખુબ મહત્વ છે રાજયમાં બરફ વર્ષા ઉપર જ પ્રવાસીઓની આવકનો દારોમદાર રહેલો હોય છે. સિમલા-ડેલ હાઉસી અને ફુકરી ઉપરાંત કલ્પામાં ૨૪.૨ સેમી, ખારા પથ્થર અને ખડરાલામાં ૧૫-૧૫ સેમી, જનજેલીમાં ૮ સેમી, સુમડો અને થિયોગમાં ૭-૭ સેમી મસોબરામાં પ સેમી કેલાન્ગ અને બિજાહીમાં ૩-૩ અને પુંહ, કોઠી અને સરાહનમાં ૨-૨ સેમી બરફ વર્ષા ઉપરાંત બન્જારમાં હરિયાળી ઉભી થાય તે રીતે ૪ર મીમી વરસાદ, નયનાદેવીમાં ર૪ મીમી, ગોહરમાં ૧૮ મીમી, રામપુરમાં ૧૭ મીમી, બાલદ્વારામાં ૧૬ મીમી, કુમારસેન અને કોટખાયમાં ૧પ મીમી, ભુરંજમા ૧૧ મીમી, પાંડવ અને સરકા ઘાટમાં ૧૦ મીમી, રોહરુ ચંમ્બામાં ૯.૯ મીમી, કારસોઅ, મંડી, અરકી, હમીરપુર અને સુંદરનગરમાં ૮-૮ મીમી કાંડાઘાટ, ડેલ હાઉસી, કસોલી, ધુમરવિનમાં ૭-૭ મીમી, કાહુ ૬ મીમી, ટિસા, જમદુત, ભકારી અને જુબ્બલમાં ૫-૫ મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત તાપમાનની સ્થિતિમાં સામાન્યથી બે ત્રણ ડીગ્રી સેલ્સીયંશ નિચું તાપમાન નોંધાયું હતું. શુક્રવારે ગરમીની પરિસ્થિતિમાં ઉનામાં રાજયનું સૌથી વધુ મહમત્ત તાપમાન ૨૧ ડીગ્રી સેલ્સીયશ શુક્રવારે નોંધાયું હતું.
રાજયના લોહદ સ્પીટી વહીવટી તંત્રના કેલોંગ હવામાન કચેરીમાં કેલોગ ખાતે રાજયનું સૌથી નીચું ૧૦.૩ ડીગ્રી સેલ્સીયશ ઠંડી નોંધાઇ હતી. કલ્યામાં ૪.૨, ફુકરીમાં ૧.૮, ડેલુ હાઉસમાં ૦.૮ સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. લધુતમ તાપમાનનો આંકડો જોઇએ તો મનાલીમાં ૦.૨ અને સિમલામાં ૦.૬ સેલ્સીયશ નોંધાયું હતું.