રાજ્યના હવામાનને લઈ ફરી એક વાર આગાહી સામે આવી છે. જે મુજબ આગામી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. આજે ઠંડીનો પારો બે થી ત્રણ ડિગ્રી જેટલો ઉંચકાયો હતો પણ ઠારનું પ્રમાણ યથાવત જોવા મળ્યું હતું.48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે વાદળ છવાયા છે. ભેજના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણછવાયું છે. નલિયામાં તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં તાપમાન 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહેતુ હોય છે.
48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે અને ઠંડીમાં વધારો થશે: નલિયાનું 11.8 જયારે રાજકોટનું 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
શિયાળાની શરુઆતથી નિલાયાનુ તાપમાન સતત ગગડતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બર પૂરો થવા આવ્યો છે તેમ છતા નલિયામાં 9 ડીગ્રીથી નીચુ તાપમાન ગયુ નથી. છેલ્લા 5 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં લઘુતમ તાપમાન પર નજર કરીએ તો નલિયા લઘુતમ તાપમાન 2022ના ડીસેમ્બર મહિનામાં 04.9 ડીગ્રી સુધી પહોચી ગયુ હતુ, 2021ના ડીસેમ્બર મહિનામાં 2.5 ડીગ્રી તાપમાન, 2020ના ડીસેમ્બર મહિનામાં 3.2 ડીગ્રી, 2019ના ડીસેમ્બર મહિનામાં 3.6 ડીગ્રી, 2018ના ડીસેમ્બર મહિનામાં 4.4 ડીગ્રી સુધી પહોચી ગયુ હતુ. જો કે ડિસેમ્બરમાં પડતી ઠંડી કરતા આ વર્ષે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. આવામાં હવામાન વિભાગે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર ન થવાને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે. અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે. તેથી કચ્છ અને જામનગરમા વીજળી સાથે વરસાદની શક્યતા છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે.
જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે.
ઠાકોરજીને ઠંડીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા
રાજકોટના પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવેલી શ્યામ લાલજીની હવેલીમાં ઠાકોરજીને હાલ શિયાળાની કડકડતી ઠંડીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં ભગવાનને ઠંડીથી રક્ષણ આપતા રેશમી વસ્ત્રો પહેરાવવામાં આવે છે. શિયાળાની સિઝનને અનુરુપ ભોગ ધરવામાં આવે છે.