કોસ્ટ ગાર્ડે એક વર્ષમાં મધ દરિયે ફસાયેલા 1226 મચ્છીમારોની વ્હારે આવી જીવ બચાવ્યા
ભારતીય તટ રક્ષક દળની સાત સ્ટેશન સાથે 1 ફેબ્રુઆરી 1977ના સ્થાપના થયા બાદ આજે 200 સ્ટેશન, 156 જહાજ અને 62 વિમાનો સાથે સુરક્ષા માટે સજાગ
વિદેશી ડ્રગ્સ માફિયાઓએ ભારતીય જળ સિમા દ્વારા રૂા.11,924 કરોડનું ડ્રગ્સ ઝડપી 13,354ની ધરપકડ કરી: 1568 બોટ કબ્જે કરી
વાવાઝોડુ, પુર અને ચક્રાવત જેવી કુદરતી સમયે માચ્છીમારોની મદદ માટે હમેશા તત્પર રહેતું કોસ્ટ ગાર્ડ
ભારતના સમુદ્રમાં સલામતી માટે 1 ફેબ્રુઆરી 1977થી કાર્યરત કરાયેલા ભારતીય તટરક્ષક દળના આજે સ્થાપના દિવસ છે. છેલ્લા 45 વર્ષ દરમિયાન કોસ્ટ ગાર્ડ દ્વારા ડ્રગ્સ માફિયાઓને ઝડપી નસીલા પદાર્થ કબ્જે કરવા ઉપરાંત વાવાઝોડા અને ચક્રાવત જેવી કુદરતી આફતમાં માચ્છીમારોની વ્હારે આવી જીવ બચાવવા સહિતની મહત્વની કામગીરી રહી છે.
ભારતના 7516 કીમી અને ગુજરાતના 1600 કીમી વિશાળ દરિયા કિનારે સુરક્ષા માટે 1977ના સ્થાપના કરવામાં આવી ત્યારે સાત સ્ટેશન હતા તે આજે 200 સ્ટેશન, 156 જહાજ અને 62 વિમાન સાથે કોસ્ટ ગાર્ડ સજજ છે. ગુજરાતમાં પીપાવાવ, જખૌ, મુન્દ્રા, વેરાવળ, વાડીનાર, ઓખા અને પોરબંદર ખાતે સ્ટેશન શરૂ કરાયા છે. દેશમાં વેસ્ટર્ન રિજીયન મુંબઇ, ઇન્ટર્ન રિજીયન ચેન્નાઇ, નોર્થ ઇસ્ટ રિજીયન કોલકતા, નોર્થ વેસ્ટ રિજીયન ગાંધીનગર અને આંદમાન નિકોબાર રિજીયન પોર્ટ બ્લેર છે.
ભારતીય તટરક્ષક દળ (ICG) દ્વારા 01 ફેબ્રુઆરી 2022ના રોજ તેના 46મા રાઇઝિંગ ડેની ઉજવણી કરવામાં આવશે. 1978માં માત્ર 07 સપાટીના પરના પ્લેટફોર્મ સાથે શરૂ થયેલું ICG હવે પોતાની ઇન્વેન્ટરીમાં 158 જહાજ અને 70 એરક્રાફ્ટ સાથે એક પ્રચંડ દળમાં પરિવર્તિત થયું છે અને 2025 સુધીમાં તેણે નક્કી કરેલા 200 સપાટી પરના પ્લેટફોર્મ અને 80 એરક્રાફ્ટ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરશે તેવો આશાવાદ વ્યકત કરાયો છે.
દુનિયામાં ચોથા ક્રમના સૌથી મોટા તટરક્ષક દળ તરીકે ભારતીય તટરક્ષક દળે ભારતના દરિયાકાંઠાઓની સુરક્ષામાં અને ભારતના સમુદ્રી ક્ષેત્રમાં નિયમનોનો અમલ કરવામાં ખૂબ જ નોંધનીય ભૂમિકા નિભાવી છે. આ દળે મેળવેલા શ્રેયમાં, છેલ્લા એક વર્ષમાં ICGએ સમુદ્રમાંથી 1226 લોકોના જીવ બચાવ્યા છે અને આ દળની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં 11,082 લોકો બચાવીને સમુદ્રમાં દર બીજા દિવસ એક વ્યક્તિનું અનમોલ જીવન બચાવવાની કામગીરી કરી છે. આ ઉપરાંત, ICGએ છેલ્લા
એક વર્ષમાં 339 લોકોના જીવ પણ બચાવ્યા છે અને વિવિધ એડ ટુ સિવિલ ઓથોરિટી ઓપરેશન્સ (નાગરિક સત્તામંડળને સહાય ઓપરેશનો) દરમિયાન સેવા આપીને આજ સુધીમાં એકંદરે 12934 કર્મીઓને બચાવી લેવામાં આવ્યા છે જેમાં, પૂર, ચક્રવાત અને અન્ય કુદરતી આફતો દરમિયાન નાગરિક સત્તામંડળોને આપવામાં આવેલી સહાય સામેલ છે; આવી સહાયોમાં તાજેતરમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવામાં આવેલા પૂર દરમિયાન હાથ ધરેલી કામગીરીનો સમાવેશ થાય છે.
ભારતીય તટરક્ષક દળની પ્રાથમિક ફરજોમાંથી એક આપણા ક્ષેત્રમાં સમુદ્રી માર્ગથી કરવામાં આવતી દાણચોરીને રોકવાની જવાબદારી આવે છે. ICGની ગરૂડ જેવી સતર્ક દેખરેખના કારણે ડ્રગ્સ જપ્ત કરવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે અને તેના પ્રારંભથી અત્યાર સુધીમાં રૂપિયા 11,924 કરોડ કરતાં વધારે કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે જેમાં રૂપિયા 3,950 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સ છેલ્લા એક વર્ષમાં જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ICG દ્વારા આજદિન સુધીમાં એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહેલા 13.354 ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને 1,568 કરતાં વધારે બોટ જપ્ત કરવામાં આવી છે.
2021માં કુલ 40 વિદેશી ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને 07 બોટ જપ્ત કરવામાં આવી છે, આમ જળ વિસ્તારમાં આપણા દેશની સમુદ્રી સુરક્ષા અને આર્થિક સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. ICG દ્વારા તેના જવાબદારી ક્ષેત્રમાં અને હિન્દ મહાસાગર વિસ્તારમાં ટ્રાન્સનેશનલ (એકબીજા દેશમાં) સમુદ્રી ગુનાઓને નિયંત્રણમાં લેવા અને સમુદ્રી સુરક્ષામાં વધારો કરવા માટે દરિયાકાંઠો ધરાવતા અન્ય દેશો સાથે પણ સહયોગ દ્વારા કામ કરવામાં આવે છે.
SAGAR અને સૌથી પહેલા પડોશીની રાષ્ટ્રની દૂરંદેશીને અનુરૂપ, ભારતીય તટરક્ષક દળે સમુદ્રી શાંતિ દાળવી રાખવા માટે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં રહેલા દેશો સાથે પ્રોફેશનલ સંબંધોનું સિંચન કર્યું છે અને અર્થપૂર્ણ જોડાણો સ્થાપિત કર્યા છે. ICG એ મોટી પર્યાવરણીય આપત્તિઓને સફળતાપૂર્વક ટાળી છે અને શ્રીલંકાના દરિયાકાંઠે મુખ્ય અગ્નિશામક અને પ્રદૂષણ પ્રતિભાવ કામગીરી હાથ ધરીને આ ક્ષેત્રમાં પ્રથમ પ્રતિસાદકર્તા તરીકે ઉભરી આવ્યું છે, જેમાં સૌથી તાજેતરમાં ઓનબોર્ડ કરવામાં આવેલું રસાયણ વાહક ખટ ડ-પ્રેસ પર્લ, એટલે કે સાગર આરક્ષા-II છે. ICGની આવી પ્રવૃત્તિઓએ એક મજબૂત સમુદ્રી રાષ્ટ્ર તરીકે ભારતનું આંતરરાષ્ટ્રીય કદ પણ પ્રતિબિંબિત કર્યું છે.
સમુદ્રી અને નાગરિક ઉડ્ડયન શોધ અને બચાવ વ્યવસ્થાતંત્રમાં સુલેહ સ્થાપિત કરવા માટે, ICG દ્વારા રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ બોર્ડ બેઠક યોજવામાં આવી હતી જેથી હાલમાં અસ્તિત્વમાં રહેલી SAR વ્યવસ્થા પ્રણાલીને માન્યતા આપી શકાય. સમુદ્રી સુરક્ષાને ધ્યાન આપવાના મુખ્ય ક્ષેત્ર તરીકે ઓળખીને, આ સેવા દ્વારા એક મજબૂત દરિયાકાઠાં સુરક્ષા વ્યવસ્થાતંત્ર સ્થાપિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથે ઘનિષ્ઠ સંકલનમાં પણ કામ કરવામાં આવી રહ્યું છે. 15 ઑગસ્ટ
2021ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 100 વસવાટ અને બિન- વસવાટવાળા દૂરના ટાપુઓ પર ધ્વજ ફરકાવવા દરમિયાન ICGની પહોંચનું પૂરતું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભારતીય તટરક્ષક દળ સ્વદેશી અસ્કયામતોને લાવવામાં અગ્રેસર રહ્યું છે જેણે તેને આખા વર્ષ દરમિયાન કાર્યરત રીતે સક્રિય અને પ્રતિભાવશીલ રહેવા સક્ષમ બનાવ્યું છે. કોવિડ-19 મહામારીની સ્થિતિ હોવા છતાં, ભારતીય તટરક્ષક દળે છેલ્લા એક વર્ષ દરમિયાન તેના કાફલામાં 05 નવી પેઢીના જહાજો અને 08 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરનો ઉમેરો કર્યો છે, જે ભારત સરકારની આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા ની દૂરંદેશીના ઉત્તમ ઉદાહરણો છે.
ભારતીય તટરક્ષક દળ દ્વારા 24X7 ધોરણે તેમની અસ્કયામતો તૈનાત કરીને અસરકારક દેખરેખ અને સતર્કતા જાળવી રાખવામાં આવે છે. આ ઉપરાંત, દરિયાકાંઠે 46 સ્થળોએ રડાર, ઇલેક્ટ્રો-ઓપ્ટિક સેન્સર વગેરેનો સમાવીને કોસ્ટલ સર્વેલન્સ નેટવર્ક (CSN) દ્વારા દરિયાકિનારાની સતત નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. સમગ્ર દરિયાકાંઠાની નજીકમાં અંતરાય મુક્ત દેખરેખ સુનિશ્ચિત કરવા માટે,
CSN પ્રોજેક્ટના બીજા તબક્કામાં વધારાના 38 રડાર સ્ટેશનો સેટઅપ અને એકીકૃત કરવામાં આવી રહ્યા છે. ICG એ અસાધારણ પરિચાલન જુસ્સો જાળવીને સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે અને તેના પ્રોફેશનલીઝમ અને શ્રેણીબદ્ધ સફળ કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય પ્રશંસા મેળવી છે.
ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીએ ભારતીય તટરક્ષક દળને રાષ્ટ્રની ઉત્કૃષ્ટ સેવાના કિર્તીપૂર્ણ 45 વર્ષ પૂરા કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને સમુદ્રી ઝોનમાં રાષ્ટ્રના હિતો સિદ્ધ કરવા માટે આ સેવા દ્વારા નિભાવવામાં આવેલી નોંધપાત્ર ભૂમિકાની પ્રશંસા કરી છે.
સાગર સુરક્ષા કવચ માટે દર વર્ષે કરાતી ઉજવણી
ભારતીય દરિયા સુરક્ષા માટે આર્મીની ત્રણ ફોર્સ પૈકી નેવી જેટલુ મહત્વ કોસ્ટ ગાર્ડનું છે. સાગર સુરક્ષા કવચની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે કોસ્ટ ગાર્ડની સાથે ગુજરાત પોલીસના એસઓજી અને મરીન સિકયુરીટી સ્ટાફ જોડાય છે. મધ દરિયામાં ફસાયેલા મચ્છીમારોની બચાવ કામગીરી અને ડ્રગ્સ માફિયા સામે કંઇ રીતે કાર્યવાહી કરવી સહિતનું મોકડ્રીલ કરવામાં આવે છે.
સમુદ્રી તટો કા રખવાલા
ભારતની સમુદ્રી સીમા 7516 કિમી લાંબી છે. જે નવ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત રાજ્યોમાં ફેલાયેલી છે. ભારતીય તટરક્ષકની સ્થાપના જીવન અને સંપતિની સુરક્ષા માટે કરાય હતી. સમુદ્ર રસ્તે તસ્કરીની સમસ્યાને પહોંચી વળવા તથા ઊંડા સમુદ્ર ક્ષેત્રોની સુરક્ષા માટે ચોથા સૈન્ય દળની સ્થાપના કરાય હતી. આ દળ મત્સ્ય વિભાગ, ભારતીય સેના સાથે કેન્દ્ર અને રાજ્ય પોલીસ ફોર્સ સાથે મળીને કામ કરે છે. ભારતીય તટ રક્ષકમાં 15714 કર્મચારી, 180 જલયાન અને 60 એરક્રાફ્ટ છે. આ દળની સ્થાપના 1 ફેબ્રુઆરી 1977માં કરવામાં આવી હતી.