ગુમ થયેલા સાતેય માછીમારો ગીર-સોમના જિલ્લાના ઘટનાનું કારણ જાણવા વિવિધ ક્ષેત્રે તપાસ
ઓખાથી ગત મંગળવારના રોજ માછીમારી માટે નીકળેલી બોટે શુક્રવારે રાત્રીના જખૌના દરિયાથી આગળ આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક જળ સમાધી લીધી હતી. આ બોટમાં સવાર ૭ ખલાસીઓનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. જેનું સર્ચ ઓપરેશન કોસ્ટગાર્ડ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત બોટ સાથે અકસ્માત કઈ રીતે અકસ્માત થયો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ મોઈન નામની બોટમાં નાવિક સહિત ૭ ખલાસીઓ માછીમારી માટે કચ્છના જખૌ વીસ્તારમાં ગત તા. ૩ના નિકળ્યા હતા. ગત શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય જળ સીમા પાસે હતી. ત્યારે રાત્રીના સમયે તેનો કોઈ પણ રીતે અકસ્માત થયા બોટ પલટી ગઈ હતી અને જળ સમાધી લીઈ લીધી હતી. તે વખતે ખલાસીઓ બોટમાં જ હતા કે કુદી ગયા હતા તે વિશે પણ કોઈ ચોક્કસ અહેવાલ મળતા નથી.
જોકે, આ દુર્ઘટના બાદ જખૌ અને ઓખા કોસ્ટગાર્ડ,અને અન્ય માછીમારોની બોટો દ્વારા તેમની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. સોમવારની મોડી સાંજ સુધી લાપતા થયેલા સાતમાંથી એક પણ ખલાસીનો પતો લાગ્યો નથી. બીજી તરફ સોમવારે બપોરે આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક તે બોટનો પતો લાગ્યો હતો.
દુર્ભાગ્યે હજુ ખલાસી વિશે કોઈ પણ પ્રકારની માહિતી મળતી નથી. લાપતા થયેલા ખલાસીઓની શોધખોળ કોસ્ટગાર્ડ તેમજ સ્થાનિક એજન્સીઓ તથા અન્ય માછીમારી કરતી બોટો દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ મામલે સંબધિત વિભાગો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો તેમજ ઓખા ફિશરિશ વિભાગ સહિત અકસ્માત કેવી રીતે થયો તે અંગેની જાણકારી જ ન હતી.
વધુમાં ગુમ યેલા માછીમારો ભરત ચુડાસમા, દિનેશ સોલંકી, કચરા સોલંકી, જેસા વંશ, અરવિંદ ચુડાસમા અને જેન્તી મકવાણા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુમસુદા યેલા તમામ માછીમારો ગીર સોમના જિલ્લાના રહેવાસી છે. તેઓને શોધવા માટે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન ચલાવાયું છે. આ બોટના માલીક ઈસ્માઈલ ઈસુબ ભરચ પાસેી પોલીસ વધુને વધુ વિગતો એકઠી કરી રહી છે.