વિજેતા ટીમને રપ હજાર અને ટ્રોફી તથા ઉપવિજેતા ટીમને ૧પ હજાર અને ટ્રોફી આપી સન્માનીત કરાયા
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના ખાનવેલ જ્ઞાનમાતા હાઇસ્કુલના મેદાનમાં રપ ડીસે.ઓપન લીગ ફુટબોલ ટુર્નામેન્ટનું ઉદધાટન અભિનવડેુલકેર કર્યુ હતું. આ ટુર્નામેન્ટમાં દમણ તેમજ દાદરાનગર હવેલીની ર૪ ટીમોએ ભાગ લીધો હતો. જેનું સમાપન તેમજ ઇનામ વિતરણ પ્રદેશના પૂર્વ સાંસદ મોહનભાઇ ડેલકર ના હાથે કરાયું. જેમાં કૌચાની ટીમ ફાઇનલ વિજેતા બની જયારે ઉપવિજેતા બ્લુસ્ટાર ટીમ બની વિજેતા ટીમને સિવિલ પ્રોટેકશન ફોર્સ તરફથી રપ હજાર તેમજ ટ્રોફી તથા ઉપવિજેતાઓને ૧૫ હજાર તથા ટ્રોફી આપવામાં આવી.
મોહનભાઇ ડેલકરે આ અવસર પર પ્રદેશના આદિવાસી ખેલાડીઓથી પ્રભાવિત થઇ ને કહ્યું કે ફુટબોલના ખેલમાં સ્ટેમીનાની જરુર હોય છે જે ગામના આદિવાસી યુવાનોએ સાબિત કર્યુ છે. ખેલ દરમિયાન ખેલાડીઓની કિક તેમજ ડોજીંગને લાજવાબ કહેતા શારીરીક ફિટનેસ ની ભરપુર પ્રસંશા કરી. તેમણે કહ્યું કે, પ્રદેશમાં ફુટબોલના ખેલ માટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પુરો પ્રયાસ કરવામાં આવશે. મેચ શરુ થયા પૂર્વ સ્ટેટ લેવલ પર ત્રિપુરમાં ફુટબોલ મેચ રમીને પરત ફરેલા પ્રદેશના પ આદિવાસી વિઘાર્થીનીઓને મોહનભાઇ કેલકરે સ્વાગત કર્યુ અને પાંચેય વિઘાથીનીઓનું સન્માન કર્યુ.