રાજકોટમાં ૧ હજારથી વધુ સુરેન્દ્રનગરમાં ૩૫૦ મેડિકલ સ્ટોર બંધમાં જોડાયા: દર્દીઓને હાલાકી
રાજકોટ
કેન્દ્ર સરકારની બેધારી નીતિના વિરોધમાં આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હજારો મેડિકલ સ્ટોર બંધ રહ્યા હતા. જેના કારણે દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેમીસ્ટોએ સરકાર વિરોધ વ્યાપક સુત્રોચ્ચાર પોકાર્યા હતા.
ઓલ ઇન્ડીયા કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન દ્વારા આજે સમગ્ર દેશના મેડિકલ સ્ટોર્સના બંધનુ એલાન અપાયુ છે. જેને પગલે આજે સમગ્ર દેશ અને ગુજરાત સો સુરેન્દ્રનગર જિલ્લાના ૩૫૦ ી વધુ મેડિકલ સ્ટોર્સ હડતાલમાં જોડાયા છે. ઉપરાંત શહેરની સી.જે. હોસ્પિટલ પાસે કેમીસ્ટો એકઠા ઇને સૂત્રોચ્ચાર કર્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા સહીત ગુજરાત અને દેશની દવા બજારને સ્પર્શતા વિવિધ પ્રશ્નોને લઇને ઓલ ઇન્ડીયા કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન અને ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન દ્વારા આજ રોજ બંધનુ એલાન અપાયુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૩૫૦ ી વધુ હોલસેલ અને રીટેઇલ મેડિકલ સ્ટોર્સના માલીકો જોડાયા છે. આ અંગે સુરેન્દ્રનગર કેમીકસ્ટ એસોસિયેશનના પ્રમુખ કેયૂરભાઇ કોઠારી, ભરતભાઇ પટેલ, રાજેશભાઇ પરીખ, વીરેશભાઇ સંઘવી, જીતેન્દ્રભાઇ જોશી, રાજેશભાઇ મહેતા સહિતનાઓએ જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા ઓનલાઇન દવાના વેચાણ પર સદંતર પ્રતીબંધ લાદવો જોઇએ. ઉપરાંત કાયદાની મર્યાદામાં રહેલા કેમીસ્ટોને બીજી બ્રાન્ડ બદલવાની છૂટ ની… જયારે જનઔષધી યોજનાના વેપારીઓને પ્રીસ્કીપ્શન બદલવાની અપાયેલી છૂટ એકને ખોળ અને એકને ગોળ જેવી સરકારની નીતી સ્પષ્ટ કરે છે. સામાન્ય રીતે દવાનો ભાવ સરકારનું એપીપીએ ખાતુ નક્કી કરે છે. રીટેઇલર તો માત્ર ભાવે વેચાણ કરતો હોવાી દવાના વધારે લેવાતા ભાવની નીતીમાં રીટેઇલરનો કોઇ રોલ ન હોવાના મુદ્દા સહિતના પ્રશ્નોને લઇ આજે હડતાલ પાડવામાં આવી હતી . જેમાં સવારે સી.જે.હોસ્પિટલ ખાતે જિલ્લાભરના કેમીસ્ટો એકઠા ઇને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા…જયારે લોકોને હાલાકી ન પડે તે માટે સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પિટલમાં આવેલ જલારામ મેડિકલ સ્ટોર્સ, મેડિકલ કોલેજમાં સૌરાષ્ટ્ર ફાર્મસી સર્વીસીસ, જોરાવરનગરની સવા હોસ્પિટલમાં આવેલ સવા મેડીકલ સ્ટોર્સ અને વઢવાણના મસ્જીદ ચોકમાં આવેલ ન્યૂ મહેતા મેડિકલ સ્ટોર્સ ખુલ્લો રાખવામાં આવ્યો હતો.