મોરબીની ઓળખ સમાન નગર દરવાજા ટાવરમાં મોટી ઘડિયાળ આવેલી છે જોકે મોરબીવાસીઓના કમનસીબે આ ઘડિયાળ વર્ષોથી બંધ અવસ્થામાં પડી હતી જોકે આખરે તંત્રએ સાડા ત્રણ લાખના ખર્ચે ઘડિયાળ પુન: શરુ કરાવી છે જેથી મોરબીવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે
મોરબીને રાજાશાહી શાસનમાં સૌરાષ્ટ્રનું પેરીસ કહેવામાં આવતું હતું કારણકે મોરબીના પ્રજા વત્સલ રાજવીઓએ પ્રજાને અનેક ભેટો આપી હતી મોરબીનો દરબારગઢ, મણીમંદિર, નગર દરવાજા અને ગ્રીન ટાવર તેમજ ઝૂલતો પુલ સહિતના બાંધકામો મોરબીને આગવી ઓળખ પ્રદાન કરતા હતા એટલું જ નહિ રાજાશાહી શાસનમાં બાગ બગીચાઓ પણ બનાવ્યા હતા જોકે આઝાદી બાદ આવી એતિહાસિક ઈમારતોની જાળવણી કરવામાં તંત્ર ઉણું ઉતર્યું હતું જેનું ઉદાહરણ જોઈએ તો મોરબીની શાન સમાન નગર દરવાજા ટાવરની ઘડિયાળ વર્ષોથી બંધ હાલતમાં જોવા મળતી હતી
જે બંધ ઘડિયાળ મામલે સંસ્થાઓ અને જાગૃત નાગરિકોએ અનેક રજૂઆત કરી હતી અને આખરે તંત્રને પણ સદબુદ્ધિ આવી હોય તાજેતરમાં ૩.૫૦ લાખના ખર્ચે નવા કાંટા નાખીને ઘડિયાળ શરુ કરવામાં આવી છે ઘણા વર્ષોથી મોરબીની શાન અને ઓળખ સમાન નગર દરવાજા ટાવરની ઘડિયાળ બંધ હતી જે આખરે શરુ કરવામાં આવી છે જેથી મોરબીવાસીઓ માટે આ ક્ષણ ગૌરવપૂર્ણ બની રહી છે