રમતના માધ્યમથી બાળકોમાં શાનદાર ટીમ વર્ક અને ખેલદિલીનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું : પ્રિન્સ રુફસ
અબતક,રાજકોટ
રાજકોટમાં પ્રથમ વખત જીનિયસ ગ્રુપ દ્વારા રાજકોટ ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસીએશન અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સહયોગથી યોજાયેલ 8 દિવસીય ફૂટબોલ ટુર્નામેન્ટ જીનિયસ ગોલ્ડન બેબી લીગ 2022-23નો સમાપન સમારંભ એક્રોલોન્સ ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો . જેમાં રાજકોટના નામાંક્તિ અગ્રણીઓ , ઉદ્યોગપતિઓ અને રમત – ગમત ક્ષેત્રના પ્રશિક્ષકોએ હાજરી આપીને ભાગ લેનાર અને વિજેતા થનાર તમામ યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરીને બિરદાવ્યા હતા.
યુવા ફૂટબોલ ખેલાડીઓના કૌશલ્યને વધાવતા જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી મહેતા એ જણાવ્યું હતું કે ” રમત- ગમત એક એવું ક્ષેત્ર છે કે જ્યાં બાળકો જીતને માણવા સાથે હારને પણ ખેલદિલી સાથે સ્વિકારતા શીખે છે અને આ ભાવનાનો વિકાસ જ ખરા અર્થમાં તેના વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ધડતરમાં ભાગ ભજવે છે. આ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં ઋઈંઋઅ રીજિયોનલ ઓફિસના ડેવલપમેન્ટ મેનેજર પ્રિન્સ રુફસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા . તેમની સાથે રાજકોટ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રિન્સ રુફસને ફૂટબોલ ટુર્નામેન્ટની યાદી સમાન મોમેન્ટો આપીને અભિવાદન કર્યું હતું . આ પ્રસંગે જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતા એ ઉપસ્થિત મહેમાનોને આઠ દિવસ ચાલેલી આ રસાકસી ભરેલી ટુર્નામેન્ટની સંક્ષિપ્ત માહિતી આપી હતી અને યુવા ખેલાડીઓને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા
આ સમારોહમાં મુખ્ય અતિથી સ્થાને રાજકોટના કલેક્ટર ડો . અરુણ મહેશભાઈ બાબુ અને ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનના મંત્રી મુલરાજસિંહ ચુડાસમા એ ખેલાડીઓની પ્રતિભાને બિરદાવતું પ્રેરક વકવ્ય આપ્યું હતું . વિશેષ અતિથિ સ્થાને રોલેક્સ ઇન્ડિયા લિ.ના મેનેજિંગ ડિરેક્ટર મનીષભાઇ મદેકા , સતનામ હોસ્પિટલના અગ્રણી પિડયાટ્રિશન ડો . જયેશભાઈ સોનવાણી , ગુજરાત સ્પોર્ટસ ઓથોરિટીના વરિષ્ઠ કોચ રમા મધરા , રાજકોટ જિલ્લા રમતગમત સંગઠનના વી.પી. જાડેજા એ કાર્યક્રમનો ભાગ બનીને કાર્યક્રમની શોભા વધારી હતી . આ ટુર્નામેન્ટમાં ભાજપા અગ્રણી ભરતભાઈ બોધરા એ ટુર્નામેન્ટની મુલાકાત લીધી હતી . ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં તમામ વિજેતા ખેલાડીઓને અને ટીમને અતિથીઓના શુભ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી . અંતમાં એક્રોલોન્સ કલબના બોર્ડ ઓફ ડાયરેકટર સુદિપ મહેતા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
રાજકોટની સિટી પોલીસ ટીમ રનર્સઅપ
આ ટુર્નામેન્ટમાં અન્ડર 8 બીયસમાં રાજકોટ સિટિ પોલીસ ટીમ રનર્સ અપ , માસ્ટર ફૂટલ કલબ વિજેતા ટીમ અને બેસ્ટ પ્લેયર તરીકેનો એવોર્ડ માસ્ટર ફૂટબોલ ક્લબનો ખેલાડી અર્જુનસિંહ જાડેજાએ પ્રાપ્ત કર્યો હતો . અન્ડર 10 ગર્ભમાં જીનિયસ પલ્ટન રનર્સ અપ , જય ઇન્ટરનેશનલ સ્કૂલ ચેમ્પિયન ટીમ તરીકે અને જીનિયસ સ્કૂલની દિયા લિમ્બાડ બેસ્ટ પ્લેયર તરીકે વિજેતા રહી હતી . જ્યારે અન્ડર 10 બોયસ કેટેગરીમાં માસ્ટર ફૂટબોલ ક્લબ રનર્સ અપ સિટિ પોલીસ રાજકોટ વિજેતા ટીમ અને સિટિ પોલીસ ટીમનો ખેલાડી વીર વાઘેલાને બેસ્ટ પ્લેયરની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી .અંડર12 ગર્લ્સ કેટેગરીમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રનર્સ અપ , જય ઇન્ટરનેશનલ સ્કૂલ વિજેતા અને તેની ખેલાડી પલક ખુશવાહ બેસ્ટ પ્લેયરનો ખિતાબ જીતી હતી . જ્યારે અન્ડર 12 બોયસમાં માસ્ટર ફૂટબોલ કલબ રનર્સ અપ , રેલવે રેડ ટીમ વિજેતા અને તેની ટીમના ખેલાડી પૃથવિ જાડેજાને બેસ્ટ પ્લેયર તરીકેની ટ્રોફી હાંસલ થઇ હતી.
આયોજનની સફળતા માટે વિવિધ એસો.નો સહયોગ
આ કાર્યક્રમના સફળ આયોજન માટે જીનિયસ સ્કૂલના સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ હેડ તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સભ્ય મનીન્દર કૌર કેશપ , રાજકોટ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ બી.કે.જાડેજા , રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી રોહિતભાઇ બુંદેલા , રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી જીવનસિંહ બારડ , રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી રાજેશભાઇ ચૌહાણ અને અજયભાઈ ભટ્ટ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના ખજાનચી અમૃતલાલભાઇ પટેલે એ સહયોગ આપ્યો હતો . જીનિયસ ગોલ્ડન બેબી લીગ ફૂટબોલ ટુર્નામેન્ટના આયોજનમાં સાથ સહકાર આપનાર તમામ શાળાઓ , ફૂટબોલ ટીમો , વિદ્યાર્થીઓ , પ્રેક્ષકો , મિડિયાના તમામ મિત્રો , એક્રોલોન્સ કલબના તમામ હોદેદારો સહિત તમામ એજન્સીઓ અને લોકોનો સંસ્થાના ચેરમેન ડી . વી . મહેતા , સીઇઓ ડિમ્પલબેન મહેતા , રાજકોટ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસીએશનનાં સભ્યો તથા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મહામંત્રી પરિમલભાઈ પરડવા અને પુષ્કરભાઇ રાવલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.