ઇડરના પ્રાચિન સ્મારકો નામશેષ થવા પામ્યા છે.છેલ્લાં કેટલાંય વર્ષોથી ધારાસભ્યને અને પાલિકાને ઈડર ટાવરના સમારકામ વિષે રજુઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. માત્ર ટાવરની મુલાકાત લઇને વાહવાહીના ફોટા પડાવી ઉતરી પડેલા નેતાઓને ઈતિહાસની ક્યાં પડી છે.
મફતમાં મળેલા વારસાની કિંમ્મત બાબુઓને ક્યાંથી હોય, થોડા સમય અગાઉ પ્રાચિન ધુળેટા દરવાજા ક્ષતિગ્રસ્ત થતાં પાલિકાએ સમારકામ કરવાવાને બદલે કચરાના ઢગમાં નાખી દીધા હતાં.
જો આ પ્રાચીન સ્મારકો બચાવી લેવા જાગૃત નાગરિકો આગળ નહીં આવે તો આજે ઘડિયાળ તુટી પડી તો’ કાલે ટાવર પણ તુટી પડતા વાર નહીં લાગે