લાખોટા તળાવના કિનારે આવેલો કોઠો અતીતની યાદોને સંઘરી બેઠો છે
ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી: સફાઈ કામગીરી શરૂ
જામનગરની શાનસમા ભુજીયા કોઠાના રેસ્ટોરેશન કામ માટે તૈયારીના ભાગરૃપે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગરમાં તળાવની પાળ સ્થિત રાજાશાહી વખતના ભુજીયા કોઠાને ભૂકંપમાં વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. આ પછી હવે લાંબા સમયગાળાના અંતે તેનું રેસ્ટોરેશન કામ શરૂ કરવામાં આવનાર છે. આ માટે આઠેક કરોડના ખર્ચનો પ્રાથમિક અંદાજ આંકવામાં આવ્યો છે. આગામી ટૂંક સમયમાં આ કામનું ખાત મુહૂર્ત કરવામાં આવે તેવી શક્તયા દર્શાવાઈ રહી છે. આગામી દિવસોમાં રેસ્ટોરેશન કામ શરૂ થનાર હોવાથી તેના આગોતરા આયોજનરૂપે છેલ્લા બે દિવસથી ભુજીયા કોઠાની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પૂર્ણ થયા પછી રેસ્ટોરેશનનું કામ શરૂ થશે અને કામ પૂર્ણ થયા પછી ફરી એક વખત જામનગરીઓને ભુજીયો કોઠાનો અલભ્ય નજારો પુન: જોવા મળશે. જામ રણમલ બીજાના સમયમાં ઉપરાછાપરી ૧૮૯૦, ૧૮૯૫ અને ૧૯૦૨માં જામનગરમાં દુષ્ઠાળ પડયા. આમ, દુષ્ઠાળમાં પ્રજાને રોજી-રોટી આપવાના હેતુથી રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવેલાં જેમાં લાખોટા તળાવ, લાખોટા કોઠો અને ભૂજિયો કોઠો વગેરે નો સમાવેશ થાય છે . ભૂજિયા કોઠાનું કામ સંવત ૧૮૮૨ મા શરૂ થયેલૈં અને ૧૩ વર્ષ તેને બાંધતા લાગેલા. લાખોટા તળાવના દક્ષિણ કિનારે આવેલો આ વિરાટ અને ભવ્ય કોઠો અતીતનીં અનેક યાદને સધંરીંને ઊભો છે. ફતેહપુર સિકીંના બુલંદ દરવાજાની જેમ જિલ્લા અને કોઠાના બાંધકામની બાબતમાં આખા દેશમાં ભૂજિયો કોઠો એના ઘેરાવા અને ઊંચાઈને કારણે અજોડ ગણાય છે: કોઠાના બાધકામમા કુલ ૪ લાખ, ૨૫ હજાર કરોડનું ખર્ચ થયું હતું. કોઠા ઉપર ચઢીને જામનગર શહેરનું મનોહર દૃશ્ય જોઈ શકાય છે. ઘણા લોકો એવું માને છે કે છેક ઉ૫૨ ચડી ને જોઈએ તો કચ્છનું ભુજ શહેર દેખાતું હતું, તેથી તેને ભૂજિયોં કોઠો કહેવાય છે.