વન ઉત્સવની ઉજવણીનો ફોટા પડાવીને જ સંતોષ
ગ્રીન સિટી બનાવવા મ્યુ. તંત્ર ક્યારે જાગશે? ઉઠતો સવાલ
જામનગરમાં વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. વન મહોત્સવની ઉજવણી સમયે ફોટા પડાવી નેતાઓ તેને ભૂલી જાય છે અને એ વાવેતર કરેલ વૃક્ષોનું શું થાય છે? તેની કોઈ દરકાર લેતું ની.
જામનગરમાં નાના-મોટા પ૦ બાગબગીચા, ગાર્ડન હૈયાત છે, પરંતુ તેમાંથી અનેક ગાર્ડન વેરાન બની ગયા છે. ત્યાં મનોરંજક સાધનો તૂટી ગયેલ હાલતમાં જોવા મળી રહ્યા છે. વૃક્ષ, છોડ, ફૂલ છોડ સૂકાઈ ગયા છે. ખાસ કરીને સુરક્ષા કર્મચારીના અભાવે કૂતરા, પશુઓ ગાર્ડનમાં ઘૂસી જાય છે અને નુક્સાન પહોંચાડે છે. મહાનગરપાલિકા પાસે કૃષિ-બાગાયત તજજ્ઞ ની. ગાર્ડન સુપ્રિન્ટેન્ડેન્ટની જગ્યા પણ ઈન્ચાર્જી ચલાવાઈ રહી છે. માળી નથી, મરામત થતી નથી. ગાર્ડનની જાળવણી માટે ખર્ચ થતો નથી.
મહાનગરપાલિકાએ ગાર્ડનની જાળવણી માટે અનુભવી નિષ્ણાતોને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ. આ માટે અલગ અલગ ગ્રાન્ટ ફાળવણી કરવી જોઈએ. આ માટે ખાનગી કંપનીઓનો ર્આકિ સહયોગ પણ લઈ શકાય. જામનગર જિલ્લામાં મસમોટી કંપનીઓ કાર્યરત છે. તેમની પાસેી સહયોગ મેળવી જામનગરને ગ્રીન સિટી બનાવી શકાય તેમ છે. જામનગર શહેરી વિસ્તારમાં આ કંપનીએ નહીંવત્ કામો કર્યા છે. તેમ નીતિન ગઢકાએ એક મંતવ્યમાં જણાવ્યું છે.