કિરણ હોસ્પિટલની કુશળ અને અનુભવી ટ્રાન્સપ્લાન્ટ ટીમની સિધ્ધી
સમગ્ર દેશની આગવી હોસ્પિટલોમાંની એક એવી કિરણ હોસ્પિટલ તમામ પ્રકારનાં રોગોનાં નિદાન તથા સારવાર સાથે કાર્યરત છે. કિરણ હોસ્પિટલનો ઉદ્દેશ નહીં નફો નહીં નુકસાનનો છે. આ હોસ્પિટલમાં છેલ્લા ૨.૬ વર્ષમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા અન્ય રાજ્યો અને વિદેશનાં અંદાજે ૭,૫૦,૦૦૦ થી વધુ દર્દીઓએ આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાનો લાભ લીધો છે. હોસ્પિટલની સેવાનો લાભ સુખી સંપન્ન અને ઓછી આવક ધરાવતા તેમજ દરેક વર્ગ નાં લોકો લઈ રહ્યા છે. સાથોસાથ આ હોસ્પિટલમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને આયુષ્યમાન ભારત યોજનાની સેવાનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓ લઈ રહ્યા છે.
કિરણ હોસ્પિટલનાં સીઈઓ ડો. રવિન્દ્ર કરંજેકરનાં જણાવ્યા મુજબ કિરણ હોસ્પિટલ કીડનીના તમામ રોગો માટે સામાન્ય નિદાન થી લઈને દરેક પ્રકારનાં ઓપરેશનો, ડાયાલીસીસ તથા કીડની ફેઈલર સુધીની તમામ સારવાર પુરી પાડે છે. કીડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં કુશળ અને અનુભવી ડોકટરો, સ્ટાફ તથા જંતુમુક્ત ઓપરેશન થીયેટર તથા ટ્રાન્સપ્લાન્ટ આઈ.સી.યુ. ની સર્વોતમ સુવિધાઓ ઉપલબ્ધ છે અને તારીખ ૨૨ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ કિરણ હોસ્પિટલ ની કુશળ ટ્રાન્સપ્લાન્ટ ટીમ દ્વારા ૧૯ વર્ષીય સમર્થ નિલેષભાઈ મૈસુરિયા નામનાં યુવાન દર્દીને તેમના ૪૩ વર્ષીય પિતા નિલેષભાઈ હસમુખભાઈ મૈસુરિયાદ્વારા કીડનીનું દાન કરી કિરણ હોસ્પિટલમાં સુરતનું સૌપ્રથમ કીડની પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ)નું ઓપરેશન કરવામાં આવ્યું અને ટૂંક સમયમાં ઘણા બીજા દર્દીઓમાં પણ કરવામાં આવનાર છે.
કિરણ હોસ્પિટલમાં કુશળ અને અનુભવી ડોકટરો દ્વારા ૩૬ મશીનો સાથેનો અતિ આધુનિક અને સાઉથ ગુજરાતનું સૌથી મોટું ડાયાલીસીસ વિભાગ કાર્યરત છે. જેમાં ૨.૬ વર્ષમાં ૯૦,૦૦૦થી વધારે ડાયાલીસીસ થયેલ છે. ખૂબ જ આધુનિક ડાયાલીસીસ વિભાગમાં આર.ઓ. વોટર પ્લાન્ટ અને મશીનો જર્મનીથી આયાત થયેલ છે અને દર્દીઓ ડાયાલીસીસની આ સુવિધાઓ થી ખૂબ જ સંતોષ અનુભવે છે.