સરકારી ચોપડે જિલ્લામાં સવારે 10 વાગ્યાની સ્થિતિએ 289 બેડ ખાલી: સવારે ખાનગી હોસ્પિટલોમાં 1024 પૈકી 83 બેડ ખાલી, બપોરે એક પણ બેડ ખાલી નહીં
રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હદબહાર વધ્યું છે ત્યારે શહેરની હાલત તો બદતર થઈ હોવાનું જણાઈ રહ્યું છે. શહેરની તમામ ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. સવારે ખાનગી હોસ્પિટલોમાં 83 બેડ ખાલી હાલતમાં હતા પરંતુ બપોર બાદ આ તમામ બેડ ફૂલ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસ જેટ ગતિએ વધી રહ્યાં છે. સામે હોસ્પિટલના ખાટલા ઓછા પડી રહ્યાં છે. હાલ તંત્ર બેડની સંખ્યા વધારવા બનતા તમામ પ્રયાસો હાથ ધરી રહ્યું છે. બેડની સવારે 10 વાગ્યાની સ્થિતિ જોઈએ તો જિલ્લામાં કુલ 2120 બેડ ઉપલબ્ધ હતા. તેમાંથી 1719 બેડ ઓક્સિજનની સુવિધાવાળા હતા. 475 વેન્ટિલેટરની સુવિધા હતી. 1831 બેડ ઉપર દર્દી દાખલ હતા અને ખાલી બેડની સંખ્યા 289 હતી. વિસ્તૃત વિગત જોઈએ તો પીડીયુ હોસ્પિટલમાં 590 બેડ ઉપલબ્ધ છે. જેમાં 538 બેડ ઓક્સિજનની સુવિધા ધરાવે છે અહીં 201 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. 507 બેડ ઉપર દર્દીઓ દાખલ છે. ખાલી બેડની સંખ્યા 83 છે. જ્યારે સમરસમાં 124 બેડની સુવિધા છે. આ બેડ પૈકી 100 બેડ ઓક્સિજન વાળા છે. અહીં 113 દર્દી દાખલ હોય ખાલી બેડની સંખ્યા 11 છે. ઈએસઆઈએસમાં 41 બેડ ઉપલબ્ધ છે જે તમામ ઓક્સિજનની સુવિધાવાલા છે અને તમામ બેડ ખાલી હાલતમાં છે. કેન્સર હોસ્પિટલમાં 192 બેડ ઉપલબ્ધ છે. 177 બેડ ઓક્સિજનની સુવિધા ધરાવે છે. હાલ અહીં 173 બેડમાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જેથી 19 બેડ ખાલી છે. ગોંડલમાં 55 બેડ ઉપલબ્ધ છે. જેમાં 54 બેડ ઓક્સિજની સુવિધા ધરાવે છે અને 37માં દર્દી દાખલ છે અને 18 બેડક ખાલી છે. જસદણમાં 24 બેડ ઉપલબ્ધ છે જે તમામ ઓક્સિજનની સુવિધા ધરાવે છે. 22 બેડમાં દર્દી દાખલ છે અને 2 બેડ ખાલી હાલતમાં છે.
ધોરાજીમાં 70 બેડ ઉપલબ્ધ છે 35 બેડ ઓક્સિજનની સુવિધા ધરાવે છે, 38 બેડ ઉપર દર્દી દાખલ છે અને 32 બેડ ખાલી છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં સવારે 10 વાગ્યાનીસ્થિતિ 1024 બેડની વ્યવસ્થા હતી. જેમાં 750 બેડ ઓક્સિજનની સુવિધાવાળા હતા. અહીં 274 વેન્ટિલેટર ઉપલબ્ધ હતા. 941 બેડ ઉપર દર્દીઓ દાખલ હતા. જેથી 83 બેડ ખાલી હાલતમાં હતા. પરંતુ બપોરે 3 વાગ્યે હેલ્પલાઈનનો સંપર્ક કરતા ખાનગી હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી હાલતમાં નહોતા.
આ 29 ખાનગી હોસ્પિટલો થઈ હાઉસફૂલ
સ્ટાર સીનર્જી હોસ્પિટલ, ક્રાઈસ્ટ, પરમ, સાલાસ,રંગાણી, સત્કાર, વેદાંત, સદભાવના, સ્ટર્લીંગ, વોકહાર્ટ, પ્લેકસ રાજકોટ, ક્રિશ્ર્ના, મેડીકેર એન્ડ કયોર, શ્રીમદ જેતપૂર હોસ્પિટલ, સ્કંધલાઈફકેર ધોરાજી, દોશી હોસ્પિટલ, કુંદન, ઓલ્પસ,જલારામ, એચસીજી, જયનાથ, રત્નદીપ, કિશ્ર્ના હોસ્પિટલ ગોંડલ, તેલી હોસ્પિટલ ધોરાજી, જીનેસીસ, પ્રાઈમ હોસ્પિટલ, દેવ હોસ્પિટલ, શ્રેયસ અને વિરલ હોસ્પિટલ.