688 બુથ પરથી રસી અપાશે: 371766 ઘરોની આરોગ્યની 828 ટીમો મુલાકાત લઇ રસી અપાશે
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા પલ્સ પોલીયો નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે રાઉન્ડ હેઠળ 27 ફેબ્રુઆરીના રોજ પોલીયો રવિવાર જાહેર કરાયો છે અને આ દિવસે 0 થી 5 વર્ષના 1,92,096 બાળકોને પોલીયો રસીના બે બુંદ રસી પીવડાવવામાં આવશે.
આરોગ્ય વિભાગ દ્વારા આ પોલીયો રવિવાર અંતર્ગત પોલીયોના બે બુંદ રસી અપાશે. રવિવારના રોજ તેમના નજીકના બુથ પર બાળકોને રસી અપાવી પોલીયો નાબુદ કામગીરીમાં સહભાગી થવું. મહાનગરપાલિકામાં 0 થી 5 વર્ષના 1,92,096 કરતા વધુ બાળકોને 688 બુથ સેન્ટરો ઉપરથી રસી આપવામાં આવનાર છે. આરોગ્ય વિભાગના 186 સુપર વાઈઝરો સહિતની ટીમો દ્વારા બાળકોને પ્રથમ દિવસે બુથ સેન્ટરો પરથી રસી આપવામાં આવશે તથા 23 ટ્રાન્સીટ પોઈન્ટ (બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન) અને 7 મોબાઈલ ટીમો દ્વારા રસી આપવામાં આવશે.
જયારે 28 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી આરોગ્ય વિભાગની 828 ટીમો દ્વારા અંદાજે 371766 ઘરોની મુલાકાત લઇ કોઈ બાળક પોલીયોના ટીપાથી વંચિત ન રહે તે હેતુથી કામગીરી કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવેલ. આ અભિયાન દરમ્યાન 0 થી 5 વર્ષના તમામ બાળકોને સુરક્ષિત કરવા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવમાં આવે છે.