સીએમઓ અગ્રસચિવ અશ્વિનીકુમારની જાહેરાત: ઉધોગોએ કલેકટરની મંજુરી લેવી પડશે, સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું કડક પાલન કરવું પડશે, લંચ તેમજ ચા-પાણીનાં બ્રેકનો સમય પણ નકકી કરાશે: ક્ધટેઈન્ટમેન્ટ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો યથાવત
રાજકોટ શહેરમાં ઉધોગકારો માટે સીએમઓ સચિવ અશ્ર્વિનીકુમારે રાહતરૂપ જાહેરાત કરી છે. શહેરી વિસ્તારમાં ઉધોગોને ગુરુવારથી શરૂ કરવાની રાજય સરકારે છુટ આપી છે જોકે આ માટે જિલ્લા કલેકટરની મંજુરી લેવી ફરજીયાત કરવામાં આવી છે ઉપરાંત ઉધોગકારોએ સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું કડક પાલન તો જ કરવું જ પડશે ઉપરાંત કામદારો માટે લંચ તેમજ ચા-પાણીનાં બ્રેકનો સમય પણ નકકી કરવો પડશે. વધુમાં શહેરમાં ક્ધટેઈન્ટમેન્ટ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો યથાવત રાખવામાં આવ્યા છે.
રાજયનાં સીએમઓ સચિવ અશ્ર્વિનીકુમારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટનાં શહેરી વિસ્તારમાં પણ આગામી ગુરુવારથી ઉધોગો શરૂ કરી શકાશે. આ માટે ઉધોગકારોએ જિલ્લા કલેકટરની મંજુરી લેવાની રહેશે જોકે જે વિસ્તાર ક્ધટેઈન્ટમેન્ટ જાહેર થયા છે ત્યાં ઉધોગો શરૂ કરવા ઉપર પ્રતિબંધ યથાવત રહેવાનો છે. વધુમાં ઉધોગકારોએ પોતાનાં કામદારોનાં આરોગ્યને લઈ ખાસ તકેદારી રાખવી પડશે. સોશિયલ ડિસ્ટન્સ, માસ, સેનેટાઈઝર સહિતની વ્યવસ્થા કરવી પડશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે, ગુજરાતમાંથી અત્યાર સુધીમાં ૨૩૩ ટ્રેનો અન્ય રાજયો માટે રવાના થઈ છે. દેશમાંથી કુલ ૫૪૨ જેટલી ટ્રેનો દોડાવવામાં આવી છે. કુલ ૨.૮૦ લાખ શ્રમિકો જે અન્ય રાજયોમાં લોકડાઉનનાં કારણે ફસાયા હતા તેઓ પોતાના વતન પહોંચ્યા છે. વધુમાં તેઓએ ટ્રેનોની માહિતી આપતા જણાવ્યું કે, વડોદરાથી ૧૭, અમદાવાદથી ૫૫, સુરતથી ૭૯, રાજકોટથી ૧૩, મોરબીથી ૫ ટ્રેનો વિવિધ રાજયોમાં રવાના કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદથી આજે ૧૧ અને મોરબીથી આજે ૨ ટ્રેન, વડોદરાથી ૩ ટ્રેન તેમજ ભરૂચ, વલસાડ, ગાંધીધામ, ભુજથી એક-એક ટ્રેન રવાના થઈ છે.
સીએમઓ સચિવ અશ્ર્વિનીકુમારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે થયેલા સંવાદ વિશે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજયની પરિસ્થિતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી. ઉપરાંત જણાવ્યું હતું કે, જુનાગઢ, જામનગર અને ૧૫૬ નગરપાલિકા સિવાયનાં વિસ્તારોમાં જનજીવન ધીમે-ધીમે સામાન્ય થઈ રહ્યું છે. વેપાર ઉધોગ પણ ધીમે-ધીમે પાટે ચડી રહ્યો છે. ગુજરાતમાં વેપાર-ધંધાની સાથે-સાથે કૃષિ ક્ષેત્ર પણ સામાન્ય થઈ રહ્યું હોવાનું જણાઈ આવે છે. ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રની ગાઈડલાઈનનાં અનુસરણથી રાજયમાં પરિસ્થિતિ પૂર્વવ્રત થાય તે માટેની ગહન ચર્ચા વડાપ્રધાન મોદી સાથે કરી હતી.