સંમેલનનો મુખય હેતુ નાગરિકતા સંશોધન કાયદાની સમજણ આપવાનો હતો સંમેલનમાં ભરત પંડયા, મોહનભાઇ કુંડારીયા,અભયભાઇ ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, નીતિનભાઇ ભારદ્વાજ સહિતના પદાધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા
શહેર ભાજપ દ્વારા બૌઘ્ધિક સંમેલન કાલાવડ રોડ પર આત્મીય કોલેજ ખાતે યોજાયું હતું નાગરીકતા સંશોધન કાયદો મુખ્ય મુદ્દો હતો.
આ સંમેલનમાં ભાજપ પ્રવકતા ભરત પંડયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, નીતીન ભારદ્વાજ સહીતના અનેક પદાધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
ઉપરાંત આ કાયદાના સમર્થનમાં શહેરના અનેક ક્ષેત્રના અગ્રણીઓ જેમ કે વેપારી એસો. સેલ્સ ફાઇનાન્સ સ્કુલ એસો. બીલ્ડર એસો. સાથો સાથ આ કાયદા થકી જેવોએ કાયદો થયો છે . કે નાગરીકતા મળવાની છે તેવા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ સંબોધન કરી અટલ બિહારી બાજપાઇના સંસ્મરણો વાગોડીયા હતા તેમજ સીએએ બીલથી ભારતમાં રહેલા મુસ્લીમોને કોઇ જ નુકશાન નથી. તેવું સમજાવ્યું અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તથા ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ સીએએ કાયદા પર સમજાવ્યા હતા. અને ટુંકમાં કહ્યું કે ભારતીયને ભારતીય રહેવા માટેનો કાયદો છે. તકલીફ પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફધાનીસ્થાનના ૬ કરોડ ધુસણખોરોને છે.
ભારતની નાગરિકતા મળતાથી અમે ખુબ ખુશ: કેશરબેન મહેશ્વરી
કેશરબેન મહેશ્ર્વરી (શરર્ણાી)એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું અહી કરાંચી પાકિસ્તાનથી આવી છું અમે ૧૦ વર્ષથી અહી રાજકોટમાં રહું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના પ્રયાસથી આ કાયદા પ્રમાણે મને ભારતની નાગરીકતા મળવાની છે. તો અમે ખુબ ખુશ છીએ અત્યાર સુધી અમે ઘણી તકલીફ સહન કરી છે. છોકરાને ભણાવવા, રેશનકાર્ડ, આધાર કાર્ડ જેવા મહત્વના ડોકયુમેન્ટ ન હોવાથી દરેક જગ્યાએ મુશ્કેલી પડતી તેનો હવે અંત આવશે મારા પિતાની ઇચ્છા હતી કે પાકિસ્તાનમાં નહી ભારતમાં રહેવું છે.
નાગરિકતા સંશોધન કાયદાના સંદર્ભમાં બૌઘ્ધિક સંમેલન યોજાયું: ભરત પંડયા
પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ આ તકે ‘અબતક’ સાથેની આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત રત્ન રાષ્ટ્ર નેતા અટલ બિહારી બાઇપાઇનો જન્મદિવસ સાથે સો ભારતીય જનતા પાટીએ અટલ બિહારી બાજપાઇને યાદ કરીને શુશાસન દિવસ ઉજવ્યો આ તકે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ અટલજી ભુજળ યોજના ૬ હજાર કરોડની જાહેરાત કરી છે તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડુતોને સહાય આપતુ ૩૭૯૫ કરોડનું પેકેજ છે. તેમાં સીધા ખેડુતના ખાતામાં જમા થાય તેનો આજથી પ્રારંભ કર્યો છે. સાથે સાથે ગુજરાત ભાજપાએ નાગરીકતા સંશોધન કાયદાના સંદર્ભમાં બૌઘ્ધિક સંમેલન અને જન જાગૃીતિ અભિયાન કરવાનું નકકી કર્યુ છે. તેના ભાગરુપે રાજકોટ મહાનગરમાં કાર્યક્રમ યોજાયો જે રીતે કોંગ્રેસ અફવા અને અપ્રચાર માટે અમુક કોમને ઉશ્કેરી હિંસા ફેલાવા માંગે છે. તેની સામે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ કહે છે ભારતના કોઇપણ નાગરીક ને આ કાયદો અસર કરતો નથી ખાસ તો ૩ દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફધાનીસ્થાન દેશના અલ્પ સંખ્યકો છે તેના સંદર્ભમાં વિશપ છે કે જેવો પીડીત છે અત્યાચાર સહન કરેલા છે તેને નાગરીકતા આપવાની વાત છે તો કોંગ્રેસના અપ પ્રચાર સામે અમારા સદવિભાર માટેનુૅ સંમેલન છે.
નાગરિકતા ધારો સારા વિચારોથી સ્વીકારવો જોઈએ: અભય ભારદ્વાજ
અભય ભારદ્વાજે આ તકે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આપણા વડાપ્રધાનએ રાજપૂરૂષ છે. જેઓએ આવતી પેઢી માટે આ નિર્ણયો લીધા છે. જેથી ભારતીય ભાઈ બહેનો નાગરીકતા મળી રહે અને આપણા ભારતનો ભાગ બનીને જાય જે ભારતીય ભાઈ બહેનોને કાશ્મીરમાં નાગરીકતા નહોતી મળતી ૩૭૦ કલમ હોવાથી તથા તેમને નાગરીકતા મળી ગઈ છે. તો આ નાગરીકતા ધારો જે દેશમાં અમલમાં આવ્યો તેને સારા વિચારોથી સ્વીકારવો જોઈએ.