૨૧ કરોડના ટેન્ડર અંતર્ગત દાદરાનગર હવેલીની સાથે સાથે મસાટ,નરોલી, સાયલી અને રખોલીમાં સ્વચ્છતા અભિયાન શરૂ
સેલવાસ નગરપાલીકા દ્વારા ઠોસ અપશિષ્ટ પ્રબંધન અંતર્ગત જિલ્લા પંચાયત અને સરબન કલીનટેક પ્રાઈવેટ લિમિટેડે સાથે મળીને કરાર કર્યા છે.જેમાં સેલવાસનગર પાલીકાના અધ્યક્ષ રાકેશ સિતુ ચૌહાણ અને અન્ય સભાસદ સેલવાસનગર પરિષદના મુખ્ય અધિકારી મોહિત મિશ્રા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ રમણભાઈ કાકવા અને અન્ય સભાસદ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી એચ.એમ. ચાવડા અને સરબન કલીનટેક પ્રા. લી.ના નિર્દેશક મનીષ પાઠક અને મનીષા શર્મા તેમજ અન્ય અધિકારી પણ ઉપસ્થિત રહ્યા.
આ કરાર અંતર્ગત સરબન કલીનટેક પ્રા. લી. દ્વારા સેલવાસનગર પાલીકાના બધા ક્ષેત્ર અને દાદરા, સામરવરણી, મસાટ, નરોલી, સાયલી અને રખોલી શહેરમાં કચરાનો સંગ્રહ તેમજ કચરો ઉપાડવાની ગાડીનું જેતે વિસ્તારમાં વિતરણ કરવાનુ છે. આ ટેન્ડર મુજબ એજન્સી દ્વારા ૧૨૦ દિવસની અંદર સંગ્રહ અને પરિવહનનું કામ નો પ્રારંભ થયો સરબન કલીનટેક પા. લી.ના નિર્દેશક મનીષ પાઠક દ્વારા ઉપસ્થિત બધાને કચરા અંગે જાણકારી અપાવી જેમા તેમણે કહ્યું કે નિવાસી ક્ષેત્રમાં કૂડાદાનને હટાવવામાં આવશે અને ઘરે ઘરે સંગ્રહ અને પરિવહન કાર્ય નિયમિત રૂપે કરી શહેરને ડસ્ટબીન ફ્રી સીટી બનાવાશે.
જિલ્લા પંચાયતના અધિકારીઓ અને મુખ્ય કાર્યકારી અધિકારીદ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે. ભવિષ્યમાં જો કોઈ ગામ સામેલ કરવાનું હોય તો પણ કરી શકાય છે. મુખ્ય અધિકારી મોહિત મિશ્રા દ્વારા ટેન્ડર અંગે માહિતી અપાઈ કે જો કોઈ ક્ષેત્ર વિસ્તારને સામે કરવાનાં હોય તો અધિકારી અને નોડલ અધિકારી દ્વારા એજન્સીનો સંચાર કરી શકાય છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઠોસ અપશિષ્ટ પ્રબંધન માટે સેલવાસ નગરપાલીકા સહયોગ કરી રહી છે. અને સેલવાસને સ્વચ્છ સુંદર બનાવવા દરેક નાગરીકને અનુરોધ કરવામાં આવે છે.