PGVCL મે મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 85,265 વીજ જોડાણોની ચકાસણી કરતા 10,858 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઇ, કુલ 26 કરોડના દંડ ફટકારવામાં આવ્યા
વીજ ચોરીમાં રાજકોટ શહેર મોખરે રહ્યું છે. મે મહિનામાં સૌથી વધુ રાજકોટ શહેરમાં 3.67 કરોડના દંડ ફટકારવામાં આવ્યા છે. જ્યારેપીજીવીસીએલે મે મહિનામાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં 85,265 વીજ જોડાણોની ચકાસણી કરતા 10,858 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઇ છે. જેમાં કુલ 26 કરોડના દંડ ફટકારવામાં આવ્યા છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ-કચ્છમાં વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા બે મહિનામાં 10,858 કનેક્શનમાં 53.62 કરોડની વીજચોરી ઝડપી પાડી છે. આ વીજચોરીનો આંકડો એપ્રિલ અને મે મહિનાનો છે. જેમાં એપ્રિલ મહિનામાં 27.84 કરોડ અને મે મહિનામાં 26.08 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરમાં મે મહિના દરમિયાન 3.67 કરોડની વીજચોરી ઝડપાઇ છે. જેમાં સૌથી વધુ શિયાણી સોસાયટી, સાગરનગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, ભવાની ચોક, ગોકુલનગર, બિશ્મિલ્લા પાર્ક, તક્ષશિલા 1 અને 2, ગાયત્રી ભવન પાસે, ભરતવન, કેનાલ રોડ, ભુપેન્દ્ર રોડ, કોઠારીયા નાકા, સોની બજાર, દિવાન પરા, પેલેસ રોડ, ભક્તિનગર સોસાયટી, ભક્તિનગર સર્કલ વિસ્તારની નજીક, કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી, સોરઠીયાવાડી સર્કલ વગેરે વિસ્તારમાંથી વીજચોરી ઝડપાઇ છે.આ ઉપરાંત રાજકોટ શહેરમાં મહમદી બાગ, શક્તિનગર, રામનગર, રસુલપરા, સુમંગલ સોસાયટી, શિવ પાર્ક, કૈલાશપાર્ક, આજી ડેમ કોઠારીયા વિસ્તાર, રૈયા ગામ, ખોડિયાર નગર, ઝૂંપડપટ્ટી વિસ્તાર, બંશીધર પાર્ક, લાલપરી મફતિયા પરા, શક્તિ સોસાયટી, રાધામીરા સોસા., રોયલ પાર્ક 2, લક્ષ્મી છાયા સોસા., ગાંધીનગર સોસા., રંગ ઉપવન સોસા., જીવંતિકા નગર, જીવંતિકાપરા, ભારતીનગર, રઘુનંદન, પોપટપરા મહર્ષિ, છત્રપતિ આવાસ યોજનામાંથી વીજચોરી ઝડપી છે.
મે મહિનાની વીજ ચેકિંગ ઝુબેશમાં મે મહિનામાં 85,265 વીજ કનેક્શનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 10858 કનેક્શનમાં વીજચોરી ઝડપાઇ હતી. આથી આ તમામ વીજ કનેક્શનધારકોને 26.08 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરને બાદ કરતા સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં 2.89 કરોડની વીજચોરી ઝડપાઇ છે.