મહિલા મોરચાએ પણ રૂ.૨.૫૦ લાખ અર્પણ કર્યા
શહેર ભાજપ દ્વારા બુથવાઇઝ એકત્ર કરી પી.એમ. કેરમાં રૂા.૫.૧૪ લાખ અને સી.એમ.ફંડમાં રૂા.૫.૧૪ લાખ અર્પણ કર્યા હતા. જયારે ભાજપ મહિલા મોરચા દ્વારા પી.એમ. ફંડમાં એક લાખ અને સી.એમ. ફંડમાં દોઢ લાખ અર્પણ કર્યા હતા.
દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે લોકડાઉનની પરિસ્થિતિ હોય, દેશમાં શ્રમીક, મજુર, ગરીબ વર્ગને રાશન ઉપરાંત અન્ય જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓને કારણે કોઇ પરેશાની ન ભોગવવી પડે તે માટે કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર તરફથી પૂરતા પ્રમાણમાં પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે કોરોના સામેના આ જંગમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તરફથી દેશવાસીઓને પી.એમ.કેર ફંડમાં તથા રાજય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સી.એમ. રીલીફ શહેરના તમામ બુથમાંથી કરાવવા જાહેર અપિલ કરી છે ત્યારે શહેર ભાજપ દ્વારા શહેરના તમામ બુથમાંથી કાર્યકર્તાઓ, શુભેચ્છકો પાસેથી રૂા.૧૦૦થી લઇ યશાશકિત રકમ એકત્ર કરેલ જેમાં અંદાજે ૧૦ લાખથી વધુ આ ફંડ એકત્ર કરવામાં આવેલ હતું. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી,શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવીંદ સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહી કલેકટરને ચેક અર્પણ કરાયા હતા. જેમાં પી. એમ.કેર ફંડમાં રૂા.૫,૧૪,૦૦૦તથા સી.એમ. રીલીફ ફંડમાં રૂા.૫,૧૪,૦૦૦ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, નિતીન ભારદ્વાજ, ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે દેશમાં રાજયમાં જયારે જયારે કુદરત સર્જીત કે માનવ સર્જીત આફત આવી છે ત્યારે ભાજપનો કાર્યકર્તા હંમેશા લોકોની સાથે રહ્યો છે એ પછી કચ્છ નો ભુકંપ હોય કે ક૦ડલાનું સનામી હોય, બિહારનું પૂરપ્રકોપ હોય કે રાજસ્થાનનો જળપ્રલય હોય ત્યારે હંમેશા શહેર ભાજપ દ્વારા યથાશકિત રૂપે મોકલી લોકોને સહાયરૂપ બનવાનો પ્રયત્ન કર્યો છે. જયારે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મહીલા મોરચા દ્વારા શહેરના તમામ બુથમાંથી મહીલા મોરચાના બહેનો પાસેથી રૂા.૧૦૦થી લઇ યથાશકિત રકમ એકત્ર કરેલ જેમાં અંદાજે અઢી લાખથી વધુ આ ફંડ એકત્ર કરવામાં આવેલ હતું. ત્યારે શહેરના મેયર બીનાબેન આચાર્ય, મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહી કલેકટરને ચેક અર્પણ કરાયા હતા. જેમાં પી.એમ. કેર ફંડમાં રૂા.૧,૦૦,૦૦૦ તથા સી.એમ. રીલીફ ફંડમાં રૂા.૧,૫૧,૦૦૦ અર્પણ કરવામા આવ્યા હતા.