શહેરના મ્યુનિસિપલ કમિશનર બંગલા નજીક આજે સવારે સિટી બસ ચાલકે આગળ જઈ રહેલી કાર અને એકટીવાને અડફેટે લેતા કાર અને એકટીવાનો બુકડો બોલી ગયો હતો. જો કે, આ અકસ્માતમાં કોઈને જાનહાની ન યાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના મુખ્ય માર્ગો ઉપર સિટી બસો હાઈવે રોડ પર દોડતી હોય તેમ પુરપાટ ચલાવવામાં આવે છે. જેના કારણે અવાર-નવાર નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બને છે. આજે સવારે શહેરના મ્યુનિ.કમિશનરના નિવાસ નજીક જ સિટી બસના ચાલકે આગળ જઈ રહેલી મા‚તિ કારને ઠોકર મારતા આ કાર એકટીવા સો ટકરાઈ હતી અને ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર અને એકટીવાનો બુકડો બોલી જતા ભારે નુકશાન યું હતું. અકસ્માત બાદ સિટી ચાલકે બસ હંકારી મુકી હતી. અકસ્માત બાદ નજીકી પસાર તા રાહદારીઓએ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ઈજા પહોંચી છે કે કેમ તેની દરકાર લીધી હતી. હવે બેકાબુ બની દોડતી સિટી બસ પર તંત્ર કાબુ રાખશે કે કેમ ? કે પછી વધુ નાગરિકો અકસ્માતનો ભોગ બનશે તે જોવું રહ્યું.