લીગલ રીસર્ચ ફાઉન્ડેશન તથા કાયદા ભવનના સંયુકત ઉપક્રમે નાગરિકતા (સુધારણા) અધિનિયમના કાનુની વિષ્લેષણ અર્થે રસપ્રદ સેમિનાર યોજાયો
લીગલ રીસર્ચ ફાઉન્ડેશન (ઇન્ડીયા) તથા કાયદા ભવન સૌરાષ્ટ્ર યુનિ.ના સંયુકત ઉપક્રમે નાગરીકતા અધિનિયમ ૨૦૧૯ની બંધારણીય યોગ્યતા અને કાનુની વિષ્ણેષણ અંતર્ગત પ્રત્યેક પાસાઓના તર્કબઘ્ધ છણાવટ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને આંતરરાષ્ટ્રીય કાનુનની વિગતો સાથે અત્યંત રસપ્રદ પરિસંવાદ યોજાઇ ગયો
પૂર્વ વરિષ્ઠ કુલપતિ પ્રો. કમલેશ જોષીપુરાના ચાવીરુપ વકતવ્ય સાથેના આ પરિસંવાદનું ઉદઘાટન સાગર સેન્ટ્રલ યુનિવસીટીના ચાન્સેલર બળવંતભાઇ જાનીના હસ્તે કરાયેલ, વરિષ્ઠ સીડીકેટ સભ્ય અને કાયદા વિઘાશાખાના અધરડીન નેહલ શુકલ, ડાયરેકટર પ્રો. કલાધર આર્ય, વરિષ્ટ ધારાશાસ્ત્રી ડો. ભાવના જોશીપુરા, કાયદાભવન અઘ્યક્ષ પ્રો. ભરત મણીયાર, માનવ અધિકાર ભવન અઘ્યક્ષ ડો. રાજેન્દ્ર દવે, ડો. સંજય પંડયા, ડો. વિક્રમ વંકાણી તેમજ વરિષ્ઠ ન્યાયવિદો, ધારાવિદો પૂર્વ પોલીસ અધિકારીઓ, પ્રોઘ્યાપકો, ગણમાન્ય નાગરીકો તેમજ કાયદાના વિઘાર્થી ખુબ જ મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહેલ.
પરિસંવાદનું ઉદધાટન દેશના મુર્ધન્ય સાહિત્યકાર અને સાગર સેન્ટ્રલ યુનિવર્સિટીના ચાન્સેલર બળવંતભાઇ જાનીએ કરેલ.
કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે આ કાયદા સંદર્ભે સાચી વિગત અને હકિકત સાથે કાયદા વિઘાશાખાના વિઘાર્થીઓ સમાજ જીવનના પ્રત્યેકવર્ગ સુધી પહોચશે. વાસ્તવમાં કોઇપણ ધર્મના કોઇપણ સંવર્ગમાં કોઇપણ દેશના નાગરીકતા ધારા ૧૯૫૫ કલમ ૬ અંતર્ગત નાગરીકતા મેળવવા આજે પણ અરજી કરી શકે છે. આ જોગવાઇ કોઇ જ ફેરફાર કરવામાં આવેલ નથી. વાસ્તવમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફધાનિસ્થાનનો સ્ટેટ રીલીજીયન જ ઇસ્લામ છે અન આ દેશોમાં વસતી લધુમતિઓને ભારતનું નાગરીકત્વ મળે તે અર્થે જ નવા કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે.
પૂ. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભભાઇ પટેલ અને જવાહરલાલજીએ આ સ્વરુપનાં કાયદાની જરુરીયાત અંગે હિમાયતઅને વચન પણ આપેલ હતા. ઐતિહાસિક દ્રષ્ટિથી જોતાં આ જ પ્રકાર સ્વ. ઇંદીરાજીએ પણ બાંગ્લા શરણાર્થીઓ માટેૃ નિર્ણય લીધેલ. બળવંતભાઇ જાનીએ જણાવ્યું હતું આજે દેશમાં અભ્યાસુ અને ભણેલા ગણેલા લોકોનું અને કેટલાક બુઘ્ધીજીવીની સમજદારી હોવા છતાં નાસમજ વાળી ભુમિકા ખુબ જ ચિંતા પ્રેરેર તેવી છે