ચોકલેટની પ્રોડક્ટના પેકેટ ઉપર પૂરતી વિગત દર્શાવાઇ ન હોવાથી કાર્યવાહી, વેચનારને પણ રૂ. 5 હજારનો દંડ
અબતક, રાજકોટ : ચોકલેટના ઉત્પાદકને મિસ બ્રાન્ડ બદલ રૂ. 45 હજારનો દંડ અધિક કલેકટર દ્વારા ફટકારવામાં આવ્યો છે. આ સાથે પ્રોડક્ટ વેચનારને પણ રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર કેતન ઠક્કર દ્વારા ફૂડ સિક્યુરિટી એકટ હેઠળ વિવિધ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટની એક ચોકલેટનું ઉત્પાદન કરતી કંપનીનો કેસ પણ સામેલ હતો. આ કંપની દ્વારા તેની પ્રોડક્ટના પેકેટ ઉપર પૂરતી વિગત દર્શાવવામાં આવી ન હતી. જે મિસ બ્રાન્ડ થતી હોય અધિક કલેક્ટર દ્વારા આ કંપનીને રૂ. 45000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે પ્રોડકટ વેંચતી પેઢીને પણ રૂ. 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.