દુનિયાભરમાં અસલી ચીજવસ્તુઓની ડુપ્લિકેટ વસ્તુ બનાવવા માટે બદનામ ચીનાઓએ હવે કુદરતી વસ્તુઓનું પણ નકલી કરવાનું શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલા જ ચીનના વિજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ સૂર્ય બનાવ્યાની જાહેરાત કરી હતી જેનું હવે પહેલીવાર પરીક્ષણ કરી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. ચાઇનાના સ્ટેટ મીડિયાના રિપોર્ટ પ્રમાણે ન્યૂક્લિયર ફ્યુઝન રિએક્ટ પર કામ કરતાં ચીનના આર્ટિફિશિયલ સૂર્યને 216 મિલિયન ફેરનહિટે શરૂ કરવામાં આવ્યો હતો. આ નકલી સૂર્ય બનાવનારી કંપનીએ દાવો કર્યો કે હજુ 288 મિલિયન ફેરનહિટ સુધી આ નકલી સૂર્યની ક્ષમતા વધારી શકાશે. જો આવું થયું તો તે અસલી સૂર્યથી દશ ગણો વધુ શક્તિશાળી સાબિત થશે.
ચીનના વિજ્ઞાનિકોનું કહેવું છે કે, ‘આ ન્યૂક્લિયર ફ્યુઝન રિએક્ટ આર્ટિફિશિયલ સનથી ક્લિન એનર્જી ક્ષેત્રે મોટો સિંહફાળો સાબિત થશે. ચાઇનીઝ મીડિયાએ દાવો કર્યો કે ચીનના આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2006માં કરવામાં આવી હતી જેમાં નકલી સૂર્યને HL-2M નામ આપવામાં આવ્યું હતું. નકલી સૂર્યના પ્રોજેક્ટને ચાઇના નેશનલ ન્યૂઝક્લિયર કોર્પોરેશનનીસાથે સાઉથવેસ્ટર્ન ઇન્ટીટ્યુટ ઓફ ફિજિક્સના વિજ્ઞાનિકોએ સાથે મળી બનાવ્યો છે.’
ચાઇનાઓએ દાવો કર્યો કે નકલી સૂર્ય તૈયાર કરવા પાછળનો ઉદ્દેશ્ય પ્રતિકુલ વાતાવરણમાં પણ સોલાર એનર્જી તૈયાર કરી શકાય. નકલી સૂર્યનો પ્રકાશ પણ અસલી સૂર્ય જેવો જ હશે. જો કે ફરક એટલો હશે કે નકલી સૂર્યના પ્રકાશને નિયંત્રણ કરવાની વ્યવસ્થા હશે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કૃત્રિમ સૂર્યની કાર્યપ્રણાલીમાં એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરમિયાન તે 150 મિલિયન એટલે કે 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થઇ શકે છે.
ધરતી પર રહેલા ન્યૂક્લિયર રિએક્ટર્સની વાત કરીએ તો આ ઉર્જા ઉત્પન્ન કરવા માટે વિખંડન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આવું ત્યારે જ શક્ય છે જ્યારે ગરમી પરમાણુઓને વિભાજીત કરવાથી થાય છે. પરમાણું વિલયથી વાસ્તવમાં સૂર્ય પર થાય છે અને તેના જ આધારે ચીનનો આ નકલી સૂર્યનો પ્રોજેક્ટ છે. નકલી સૂર્યનો આ પ્રોજેક્ટ સિચુઆન પ્રાંતમાં સ્થિત આવેલો છે.