માતાપિતાના સમાધાન માટે ૧૦ વર્ષના બાળકે
સુપ્રિમના જજોને આપ્યું ગ્રીટીંગ કાર્ડ
કોર્ટ અને કાયદા પુરાવાના આધારે નિર્ણયો લેતા હોય છે. એવામાં છુટાછેડા જેવા કિસ્સાઓમાં સૌથી વધુ બાળકો જ પિંડાતા હોય છે. ૬૮ વર્ષના સુપ્રિમ કોર્ટના ચુકાદાના કાળા અને સફેદ વિશ્વમાં ૧૦ વર્ષના લાગણીના રંગો ઉમેર્યા છે. ૧૦ વર્ષના બાળકે સાત વર્ષથી છુટાછેડા માટે ચાલી રહેલા પોતાના માતા પિતાના કેસનું સમાધાન કરાવવા ગ્રીટીંગ કાર્ડ બનાવી ન્યાયાધીશોને ભેટ કર્યુ હતું. જસ્ટીસ કુરેઇન જોસેફ, એમ. શાંતાનાગૌદારની બેઠકના હ્રદય પિગળાવી નાખનાર ૧૦ વર્ષનો નાદાન બાળક તેમના માતા પિતાને એક કરવા નિષ્ફળ રહયો હતો. ૧૯૯૭ માં પરણેલા જોડાને ર બાળકો થયા ૨૦૧૧ થી જ તેઓ અલગ રહેવા લાગ્યા.
તેમણે એકબીજા પર સામાજીક તેમજ ગુનાહના આરોપો પણ થોપ્યા સુપ્રીમ કોર્ટમાં જતા પહેલા પંજાબ અને હરિયાણાના જસ્ટીસે પણ હાઇકોર્ટમાં કેસનો ચુકાદો કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ નિષ્ફળ જતા આ મામલો સુપ્રીમ કોર્ટે આવી પહોચ્યો છે. યુગલને સમાધાન માટે પણ મનાવવામાં આવ્યા પરંતુ તેમને સાથે રહેવું જ ન હતું.
બન્નેની આપસૃી સહમતીથી તેમના છુટાછેડા તો મંજુર થયા પરંતુ કદાચ બાળકોને જીવનભર આ વાતનો અફસોસ રહેશે. કોર્ટે તેમના પિતાને તેની માતાના નામે જમીન કરવા અને રૂ. પ૦ હજાર ભરણપોષણ ખાતર આપવાનું તો કહ્યુ પરંતુ એક વખત તો ન્યાયાધીશોને પણ થયું કે જો સમાધાન થયું હોત તો આજે તે ૧૦ વર્ષનો બાળક સૌથી વધુ ખુશ થયો હતો ઘણીવખત માતા પિતાની તકલીફો અને કોર્ટ અને સમાજના નિર્ણયોને કારણે સમાધાન તો થતા હોય છે પરંતુ આ પ્રકારની પરવરીશ મેળવેલા બાળકોના હ્રદય તૂટી જાય છે. અને તેઓ મોટા થઇને ગુનાખોરી તરફ વળતા હોય છે.
રાજકોટમાં દંપત્તીના છુટાછેડા બાદ માસુમ બાળકની કફોડી હાલત
શહેરના મવડી વિસ્તારના દંપત્તીએ છુટાછેડા મેળવ્યા બાદ કાયદાની જોગવાઇ મુજબ માસુમ બાળકનો કબ્જો તેની માતાને મળ્યો હતો. બાળક પોતાના પિતાને મળવા અને પિતા પણ પોતાના બાળકને મળવા વલખા મારતા હતા પણ કાયદાની જોગવાઇ મુજબ બાળક પોતાના પિતા પાસે જઇ શકતું ન હતું અને માતા દ્વારા બાળકને દેવાતો અમાનુષી ત્રાસ સહન કરવા સિવાઇ છુટકો જ ન હતો માસુમ બાળકને તેની માતા દિવસ દરમિયાન ભુખ્યો અને તરસ્યો તડકામાં આખો દિવસ બહાર ઉભો રાખવામાં આવતો અને બાળક પર દયા દાખવી પાડોશી જમવાનું આપે ત્યારે પાડોશી સાથે બાળકની માતા ઝઘડો કરતી હોવાથી બાળકના પિતાને સમગ્ર કરૂણાસભર ઘટનાની પાડોશી દ્વારા જાણ કરવામાં આવી ત્યારે પોતાના વ્હાલસોયા પુત્રને મળવા પિતા આવ્યા પણ કાયદાની જોગવાઇનું પાલન કરવું પડે તેમ હોવાથી કાયદાકીય રીતે બાળકનો કબ્જો સંભાળવા ફરી અદાલતના દ્વાર ખટખટાવ્યા છે. પણ લાંબા કાનૂની પ્રક્રિયાના કારણે બાળક હાલત દયાજનક અને કફોડી સ્થિતીમાં મુકાયું છે. કોર્ટમાં પુરાવા અને કાયદાની જોગવાઇને અનુસરવું પડે છે.
લાગણીને કોઇ સ્થાન ન હોવાના કારણે બાળકની હાલત વિસ્તારવાસીઓ જોઇ ન શકે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,