શાંતી, પ્રેમ, દયા, માફી અને ભાઈચારો એટલે પ્રભુ ઈશુનો સંદેશો અને આ સંદેશો તાદરતા એટલે ખ્રિસ્તી ભાઈઓ બહેનોનો નાતાલનો તહેવાર. પુરા વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કરાય છે. દેવભૂમિ દ્વારકામાં વિકલાંગો માટે બેક ટુ સેફ એન્ડ નોર્મલ લાઈફ નામની એક માત્ર ચાલતી સંસ્થા નવજીવન ટ્રસ્ટ ભીમરાણા છેલ્લા ઘણા વર્ષોથી અનેક વિકલાંગ બાળકોને અભ્યાસ સાથે રહેવા ખાવા પીવાની સગવડો આપી રહી છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ ઓખા પ્રેરણા નવજીવન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોના કલ્યાણ માટે ઓખા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ સંસ્થાના ડાયરેકટર ફાધર વિનોદ તથા પ્રેરણા સામાજીક કેન્દ્રની ટીમ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ આ સંસ્થાના સિસ્ટર એલસીમાં કે જેઓ દરરોજ મીઠાપુરથી ઓખા વચ્ચે ગાંડાધેલા, સાધુ સંતોને હરતુ ફરતુ ટીફીન ચલાવે છે.
જેનો ૮૨મો જન્મદિન હોય તેમનું પણ શુભેચ્છા સાથે સન્માન કરવામાં આવ્યું હતું. વેલકમ-૨૦૧૯ને વધાવવા મેળાનો શુભ પ્રારંભ ઓખા નગરપાલિકાના પ્રમુખ વંદનાબેન વિઠલાણીએ કર્યું હતું.
આ પ્રસંગે ઓખા પી.એસ.આઈ ગઢવી, ઓખાના અગ્રણીય મોહનભાઈ બારાઈ, જગદીશભાઈ શાસ્ત્રી, વિજયભાઈ રાયજાદા વગેરે તમામ વેપારીઓ હાજર રહ્યા હતા. આનંદ મેળા સાથે મીઠાપુરની મેલોડી મ્યુઝીકલ પાર્ટીના સાજીદભાઈ અને તેમની કલાકારોની ટીમે જુના-નવા ગીતોની રમઝટ બોલાવી ૨૦૧૯ના નવા વર્ષને વધાવી હતી.