આવી કલ્પનાં માત્રથી સામાન્ય વ્યક્તિનાં રુવાડા ઉભા થઇ જાય તેવી વાત છે આ ઉંમરનાં કોઇપણ પડાવ પર જ્યારે હાડકું ભાંગે અને ત્રણ મહિના માટે પ્લાસ્ટરનો વારો આવે તો પણ તે સહન કરવો અઘરો પડે છે.
પરંતુ રીઠોક્વિનલાનતો માત્ર ૬ વર્ષની ઉંમરે ૫૦૦ વાર હાંડકા ભાંગ્યા છે. તે વિચાર માત્રથી રુવાડાં ઉભા થઇ જાય છે.
ખરેખર આ બાળક એક એવી બીમારીથી પીડયા છે. જેમાં તેનાં હાંડકા ખૂબ જ નબળા હોય છે. અને એટલી હદે નબળા હોય છે કે માત્ર હસવાથી કે આલીંગન કરવાથી પણ તે તૂટી જાય છે.
જ્યારે રીકોનો જન્મ થયો હતો ત્યારે જ તેનામાં ૫ ફે્રક્ચર હતા અને એક વર્ષનો થયો ત્યાં સુધીમાં તો ૮૦ વાર ફ્રેક્ચર થઇ ચૂક્યાં હતા. આ બાબતે તેની માતા વધુ ચિંતિત હતી અને તેના આવનારા જીવન માટે સુખાકારી પ્રાર્થના કરતી હતી.
રીકોની આ બીમારીને ઓસ્ટેઓજેનેસીસ ઇમ્પયર્ફેક્ટ ટાઇપ થ્રી અથવા બ્રીટલ બોર્ન ડીસીસ તરીકે ઓળખવામાં આવે છે. આ બિમારી હાડકાંમાં કોલેજનની અનિયમિતતાનાં કારણે થાય છે. કોલેજન હાંડકાનને મજબૂત બનાવે છે. જેથી તેની કાર્યશીલતા યોગ્ય રહે. જ્યારે આ કોલેજનમાં અનિયમિતતા આવે છે. ત્યારે હાડકાં બરડ બને છે અને તૂટી જાય છે.
આ બાબતે ઉપચારાત્મક રીતે જે વ્યક્તિ આ બિમારીથી પીડાય છે. તેનાં હાથ અને પગમાં સળીયા ફિટ કરવામાં આવે છે. જેથી હાંડકાને સીધા રાખી શકાય અને તૂટવાથી બચાવી શકાય.
અત્યાર સુધીમાં આ બિમારી દુનિયાનાં ૨૦,૦૦૦ હજાર લોકોમાં જોવા મળી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com