બાળકને શાળએ આવવાનું ગમે એ જ તમારી સફળતા
બાળક જ મારા ગોડ ને એ જ મારી ગાઇડલાઇન
ભાવનગરના એક નિવૃત શિક્ષક વિજયભાઇ ભણતરને લઇ કેટલીક વાતો કરી છે. જે અત્યારના શિક્ષકોએ ધ્યાનમાં લેવા જેવી છે. તેમણે જણાવ્યુ કે ખાલી ભણાવી નાખવું એ સાચું શિક્ષણ નથી. તેમણે રજૂ કરેલા કેટલાક વિચારો અહીં રજૂ કર્યા છે.
હાલ રિટાયર્ડ શિક્ષક છું.હું કેટલો સફળ થયો તેમાં તમે ન પડતા.પણ એક વાત સ્પષ્ટ છે કે હું તમને સૌ ને સફળ જોવા માંગુ છું. મેં મારી સંપૂર્ણં લાઈફ માં કોઈ ની ગાઈડ લાઈન થી કામ નથી કર્યું. બાળક જ મારો ગોડ અને એજ મારી સાચી ગાઈડ લાઈન હતી. મિત્રો શિક્ષણ મન થી થાય છે. કોઈ ના કહેવા પ્રમાણે નહીં. શાળા માં કે વર્ગ માં બાળક ને ખુશ રાખો એટલે સમજો પ્રભુ રાજી રાજી. તમારા કામ નું ઇન્સ્પેક્શન કોઈ પ્રાથમિક કેળવણી નિરીક્ષક નક્કી નહીં કરી શકે.બાળક જ તમારું મૂલ્યાંકન એના ઘરે જઈ ને કરતો હોય છે.પ્રાથમિક શાળા ના નાના માસુમ બાળકો ને બોજ થી નહિ મોજ થી ભણાવો. રજા મળ્યા વખતે તેનો ચહેરો ખીલેલો હોય ને તમને પણ ચાર રોટલી ખાઈ લીધાં બાદ નિરાંત નો ઓડકાર આવે એટલે તમે સફળ. બાળક ને શાળાએ આવવાનું ગમે એજ તમારી સફળતા છે. રોતલ મોઢે આવે તે તમારી નિષ્ફ્ળતા છે.
બાળક ને વાર્તા ખુબ કરજો..રાગ સારો હોય કે ખરાબ તેની પરવા કર્યા વગર તેની સામે ગીતો ગાઈ લેજો તેને ગમશે તેને રમાડજો, નચાડજો કુદાવજો, તેની અંદર રહેલી ચંચળતાની હત્યાનું પાપ તમે બિલકુલ નહિ કરતા. બાળક ની સામે બાળક બનજો કોઈ પણ એવોર્ડ કે પુરુસ્કાર ના ચક્કર મા નહી પડતા. નહીંતર કરેલી કમાણી મટી થઇ જશે. આ એવાર્ડ કબાટ ની શોભા વધારવા ના સાધન સિવાય કશું નથી. બાળક તમારી મહેનત થી કંઈક બની જાય એજ તમારો એવોર્ડ ઘણા શિક્ષક મિત્રો વર્ગ મા નકરો ભણ-ભણ કર્યા કરે ને બાળક ની સામે લાંબા લેક્ચરો કરે તે શિક્ષકો જાજા સફળ થતાં નથી.
બાળક ને શિક્ષણ ભાર લાગે તે રીતે કામ બિલકુલ નહિ કરતા. બાળક ને ગમે એ પ્રવૃત્તિ જરૂર કરો. ચોક્સ સફળ થશો. એ મારી ૧૦૦% ગેરેન્ટી. પ્રા.શાળાઓમાં જે શિક્ષકો જૂની મેથડથી કામ કરે છે તેનો અનુભવ લેજો ટૂંક મા બાળક ઉપર ઠોકી બેસાડવું એ શિક્ષણ નથી. પ્રાથમિક શિક્ષક પાસે ખૂબ તાકાત છે એટલે જ સરકાર શિક્ષણ સિવાયના કામમાં તેન વધુ બિઝી રાખે છે. બીજું મિત્રો વર્ગ માં નકરા કલેક્ટર કે ડોક્ટર નથી બનાવવાના થોડાક માણસ પણ બનાવવાના એવા માણસો જે ચાવીથી નહિ દેશના ભાવિથી ચાલે.