દબાણ હટાવવાની ઝુંબેશ દરમિયાન શોરૂમ હટાવતી વખતે લોકો રોષે ભરાયા

સેલવાસમાં નગરપાલીકાનાં ચીફ ઓફીસરને દબાણ હટાવતી વખતે લોકોએ દોડાવીને માર માર્યો હોવાનો બનાવ બન્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ગઈકાલનો દિવસ સેલવાસનાં સરકારી તંત્ર માટે કપરો સાબીત થયો છે. શહેરમાં દબાણો હટાવવાની ઝુંબેશ દરમિયાન શો ‚મને તોડતી વખતે લોકોએ નગરપાલીકાનાં ચીફ ઓફિસરને રોડ પર દોડાવીને મારમાર્યો હતો. લોકોથી બચવા સીઓએ રોડ પર જઈ રહેલી ડે. કલેકટર સૌમ્યાબેનની ગાડીમાં બેસીને નાસી છૂટયા હતા ત્યારબાદ ડે. કલેકટરે કિલવણીનાકા પર દબાણ હટાવવાની કાર્યવાહીના વિરોધમાં બેઠેલી મહિલાઓને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાઓ કાંઈ પણ સાંભળવા તૈયાર નહતી. ત્યારબાદ પીઆઈ દેવાસીયા અને અનિલ ટીકેએ ભીડ હટાવીને મામલો થાળે પાડયો હતો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.