ગીર સોમનાથ જીલ્લાના ઉના શહેરમાં જુનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા ના સમર્થન માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જાહેરસભા ને સંબોધન કરવા આવેલ એ પ્રસંગે અનુસૂચિત સમાજ ના ઉના અને ગીર ગઢડા તાલુકાના આગેવાનો અને ભાજપ ના કાર્યકરો પણ મોટી સંખ્યા માં આવેલ હતા .પરંતુ તેમની ગણના ના થતા કે તેમને સ્ટેજ ઉપર સ્થાન ના મળતા કે તેમને મુખ્ય મંત્રી ના સન્માન માં ના બોલાવતા કાર્યકરોને લાગી આવતા તમામ લોકો સભા છોડી ને સમાજ ના કાર્યાલય એકઠા થયેલા અને જ્યાં આ અવગણના થી લાગણી દુભાતા સમાજ ના લોકો આગામી સમય માં શું કરવું એ બાબત નો નિર્ણય લેશે! જો અનુસૂચિત સમાજ ની અવગણના. થશે તો ભાજપ નો સાથ છોડશે કે નહિ તે આગામી સમયની સમાજના લોકો એકઠા થઇ ને નક્કી કરશે.

ઉના પંથકમાં વષોઁથી દલીત સમાજને ભાજપમાં જોડવાનો પ્રયત્ન કરેલ છે તેમ છતા પણ ઉના મા આજે મુખ્ય મંત્રી વિજય રુપાણી આવતા હોય અને દરેક સમાજને અને આગેવાનોને માન સન્માન મળ્યુ છે જયારે ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતિમાં દલીત સમાજ ની અવગણના કરવામાં આવતા દલીત સમાજ રોષે ભરાયો છે અને આગામી ચુટણી મા કયો નિણઁય કરવો તે સમાજ સાથે બેસીને નકકી કરનાર છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.