ભાજપ દ્વારા કાલે રાજયના ર4 ધર્મોસ્થાનોમાં મહા સફાઇ અભિયાન: પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુરતના અંબાજી મંદિરની સફાઇ કરશે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના આદર્શ સંકલ્પોને આગળ વધારવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂ.ગાંધીબાપુની જન્મજયંતી 2 ઓક્ટોબર 2014ના દિવસે સમગ્ર ભારતમાં “સ્વચ્છ ભારત મિશન”ની નવી દિલ્હી ખાતેથી શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી પ્રેરણા અને આજ સંકલ્પ સાથે “ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન” અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગુજરાતના તીર્થસ્થાનો અને તેને જોડતા એપ્રોચ રોડની મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.કાલે શનિવારે સવારે 8 થી 10 કલાક સુધી “ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન” યોજાશે.
ધર્મસ્થાનોની મહાસફાઇ અભિયાનની જવાબદારી જેઓને સોંપવામાં આવી છે તે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ ડો. ભરત બોધરાએ આજે રાજકોટમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે,
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે સવારે રાજકોટમાં બાલાજી મંદિર ખાતે સફાઇ અભિયાનમાં સામેલ થશે તેઓની સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પણ જોડાશે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સુરતના અંબાજી મંદિર સફાઇ અભિયાનમાં સામેલ થશે. તેઓની સાથે રાજયકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા જોાડશે. નાણામંત્રી કનુભાઇ દેસાઇ, ડાંગ જીલ્લાના શબરીધામ મંદિરે સફાઇ કરશે તેઓની સાથે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ ઉ5સ્થિત રહેશે.
આ ઉપરાંત મંત્રી ઋષિકેશભાઇ પટેલ ઉંઝાના ઉમિયા ધામ ખાતે, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ જુનાગઢમાં ગીરનાર પર્વતની, ઉઘોગ મંત્રી બળવંતસિંહ રાજપુત બેચરાજી મંદિર, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, દ્વારકાધીશ મંદિરની, મંત્રી કુબેરભાઇ ડિંડોર ડેડીયા પાડાના દેવ મોગરા માતાજી મંદિરે, ગૃહ રાજય મંત્રી હર્ષભાઇ સંઘવી અમદાવાદના ભરૂકાળી માતાજી મંદિરે, મંત્ર જગદીશ વિશ્ર્વકર્મા ગાંધીનગરના અક્ષરધામ મંદિરે, મંત્રી બચુભાઇ ખાબર બનાસકંઠાના અંબાજી મંદિરે, મંત્રી મુકેશભાઇ પટેલ, સુરતના કામરેજના, ગાય પગલા મદિરે, મંત્રી ભીખુસિંહ પરમાર અરવલ્લીના શામળાજી મંદિરે, મંત્રી કુંવરજીભાઇ હળપતિ તાપીના ઉનાઇ માતાજી મંદિરે સફાઇ અભિયાનમાં સામેલ થશે.
આ ઉપરાંત વિધાનસભાના ઉપાઘ્યક્ષ જેઠાભાઇ ભરવાડ પંચમહાલના પાવાગઢ મંદિરે, વિધાનસભાના મુખદંડક બાલકૃષ્ણ શુકલા નર્મદાના કુબેર ભંડારી મંદિરે, નાયબ મુખ્ય દંડક રમણભાઇ સોલંકી ખેડાના ડાકોર મંદિરે, સાંસદ વિનોદભાઇ ચાવડા કચ્છમાં માતાના મઢ આશાપુરા માતાના મંદિરે, સાંસદ ભારતીબેન શિયાળ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં શેત્રુંજી પર્વત, સાંસદ શારદાબેન પટેલ મોઢેરાના સૂર્ય મંદિર, સાંસદ રમેશભાઇ ધડુક કાગવડ સ્થિત ખોડલ ધામમાં, ગાંધીનગર જીલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઇ પટેલ મહુવી મંદિરે, સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પ્રમુખ બબુબેન પાંચાણી ચોટીલા માતાજીના મંદિરે જયારે ભાવનગર જીલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ ભાવનગરના ખોડીયાર રાજપરા મંદિરે સફાઇ કરશે. ભાજપ દ્વારા રાજયના અલગ અલગ જિલ્લાઓમાં ર4 પવિત્ર ધર્મસ્થાનોમાં મહાસફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે.