સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી તમામ ઝીણવટભરી વિગતો મેળવી સુચનો આપ્યા
વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તૈયારીઓની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે. તેઓએ સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી તમામ ઝીણવટભરી માહિતી મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 ના રોજ રાજકોટની મુલાકાતે પધારી રહ્યા છે તેઓ અહીં હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવાની સાથે રેસકોસ ખાતે વિશાળ જનસભા સંબોધવાના છે. અહીંથી તેઓ સિંચાઈના કામો તેમજ તે કેકેવી બ્રિજનું પણ લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત જુના એરપોર્ટથી રેસકોસ મેદાન સુધી રોડ શો પણ યોજવાના છે. જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે રાજકોટની મુલાકાત દરમિયાન સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. અ
ા બેઠકમાં સ્થાનિક પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભુપેન્દ્ર પટેલે આ તમામ પદાધિકારીઓને અને અધિકારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી લઈ વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓની કોર કમિટીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના 120થી વધુ કલાસ-1 અધિકારીઓની 22 સમિતીઓ દ્વારા તમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આ તમામ તૈયારીઓની માહિતી મેળવી હતી.