• કોંગ્રેસે દેશના સંવિધાનનું સૌથી વધુ વાર અપમાન કર્યું છે: ગોરધન ઝડફિયા

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં ભારતમાંથી અનામત દુર કરવા અંગે આપેલા નિવેદનના વિરોધમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. ધરણા પર બેસી ગયા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા અનામત હટાવવાના દુર્ભાગ્યપૂર્ણ નિવેદનના વિરોધમાં કર્ણાવતી મહાનગર સુભાષ બ્રિજ સર્કલ પાસે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયકની આગેવાનીમાં મૌન રેલી કરી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને ગાંધી પરિવારની દેશ આઝાદ થયો ત્યારથી અનામત વિરોધી માનસિકતા રહી છે ત્યારે “અનામત વિરોધી કોંગ્રેસ – દેશ વિરોધી કોંગ્રેસ” સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયાએ જણાવ્યું હતું કે “દેશના સંવિધાનનું સોથી વધુ વાર જો કોઈએ અપમાન કર્યું હોય તો તે કોંગ્રેસ સરકાર છે. ભારતીય જનતા પાર્ટીએ સંવિધાનમાં જ્યારે પણ ફેરફાર કર્યો છે ત્યારે દેશના હિતમાં કર્યું છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી નહેરૂની ઈચ્છા ન હોવા છતાં મહાત્મા ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવા પર બાબાસાહેબ આંબેડકરજીને સંવિધાન સમિતિમાં લીધા હતા. કોંગ્રેસ અને ગાંધી પરીવાર ક્યારેય અનામતના સમર્થનમાં ન હતા. કોંગ્રેસની સરકારે 25 જુન 1975ના રોજ કટોકટી સમગ્ર દેશમાં અમલ કરાવી સંવિધાનની હત્યા કરી હતી. કમનસીબે જે વ્યક્તિને દેશના ઈતિહાસની ખબર નથી, જેણે હંમેશા વિદેશની ધરતી પર દેશનું અપમાન કર્યું છે તે રાહુલ ગાંધી દેશના વિરોધપક્ષના નેતા છે.”

કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદિપભાઈ પરમાર, રાજ્યના પૂર્વ મંત્રી કિરીટભાઈ પરમાર તથા પૂર્વ સાંસદ કિરીટભાઈ સોલંકી દ્વારા રાહુલ ગાંધી દ્વારા અનામત હટાવવાના નિવેદનને સખત શબ્દોમાં વખોડ્યું હતું.

આ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તથા એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ પી શાહ, ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમિન મહાનગરના મેયર પ્રતિભાબેન જૈન,  મહાનગરના સર્વે ધારાસભ્યો, મહાનગરના સંગઠનના પદાધિકારીઓ તથા ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.