૧ હજાર બાળકોને ફનવર્લ્ડમાં વિવિધ રાઇડસમાં બેસીને આનંદ માણ્યો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ ટપુ (ભવ્ય ગાંધી)એ પણ બાળકોને કરાવી મોજ

રેસકોર્સ સ્થિત ફનવર્લ્ડ ખાતે પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ર૪માં બાળસંગમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉ૫સ્થિતિ

રેસકોર્સ સ્થિત ફનવર્લ્ડ ખાતે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ૨૪માં બાળસંગમ કાર્યક્રમમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી ઉપસ્થિતિ રહ્યા હતા. તેમણે કહ્યું કે, બાળકો એ ભગવાનનું સ્વરૂ૫ છે અને તેનું બાળપણ છીનવાય નહીં, એ જોવાની જવાબદારી સૌની છે. મુખ્યમંત્રી આ ટ્રસ્ટના ચેરમેન પદે પણ સેવારત છે.2 45મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગરીબનું બાળક પણ ઘુઘરેથી રમે એ ઉદ્દેશી અમે રાજકોટ શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોના ઉત્કર્ષ માટે સેવા યજ્ઞ આરંભ્યો હતો. એ આજે પણ અવિરત, સાતત્યપૂર્ણ રીતે ચાલે છે. સ્વ. પૂજિતના જન્મ દિન આઠમી ઓક્ટોબર નિમિત્તે પ્રતિ વર્ષ યોજતા બાળસંગમ કાર્યક્રમમાં ગરીબ અને છેવાડાના બાળકો પણ પોતાના બાળપણનો આનંદ માણે છે.3 39મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બાળક એ બાળક છે. તે ગરીબ પણ ની અને તવંગર પણ નથી. બાળક માટે કોઇ પણ પ્રકારના ભેદભાવ ની હોતા. પણ, તેમના પરિવારની સામાજિક અને આર્થિક વિટંબણાને પરિણામે બાળકનું બચપન ખોવાઇ ન જાય એ માટે સતત પ્રયત્નશીલ છીએ.5 16 રૂપાણીએ બાળસંગમ કાર્યક્રમ હેઠળની પ્રવૃત્તિ સ્પષ્ટ કરતા કહ્યું કે, બાળક અહીં આવે, પોતાને ગમે એવી રમતગમતની પ્રવૃત્તિ કરે છે. આ બાબત તેમના વ્યક્તિત્વના વિકાસ માટે ઉદ્દીપક બને છે. ગરીબ બાળકોને જ કેન્દ્ર સને રાખી, સંસ્કારી અને દેશના જવાબદાર નાગરિક બને એ માટે અમે પ્રવૃત્તશીલ છીએ.

4 26શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ગરીબ બાળકોને કેન્દ્ર રાખી પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ  વિજયભાઇની પોતાની સંવેદનાનો પરિચય કરાવે છે. આદર્શની વાત કરવી સહેલી છે કે કોઇને શીખામણ આપવી સહેલી છે. પણ, તેનો અમલ કરવો એ કઠીન, કપરૂ કે મુશ્કેલ છે. પણ,  વિજયભાઇએ ગરીબ બાળકોના ઉત્કર્ષ માટે કાર્ય કરી બતાવ્યું છે.ટેલીવિઝન શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ ભવ્ય ગાંધીએ બાળકોને વ્યસની મુક્ત રહેવા શીખ આપી હતી.6 14 અનિમેષભાઇ રૂપાણીએ ટ્રસ્ટની પ્રવૃત્તિના ભાગરૂપે ચાલતા બાળ સ્વપ્ન ર, રજદીપિકા, જ્ઞાન પ્રબોધિની, આરોગ્ય કેન્દ્રની વિગતો આપી હતી.  મૌલેશભાઇ ઉકાણીએ શુભેચ્છાત્મક પ્રવચન કહ્યું હતું.બાળ સંગમ કાર્યક્રમમાં સહભાગી બનેલા એક હજાર જેટલા બાળકોએ ફનવર્લ્ડમાં વિવિધ પ્રકારની રાઇડ્ઝમાં બેસી આનંદ માણ્યો હતો.7 7આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઈ પટેલ, નિમાબેન આચાર્ય, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન  ધનસુખભાઈ ભંડેરી, પૂજિત રૂપાણી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, અગ્રણીઓ સર્વે નીતિનભાઈ ભારદ્વાજ, ગુણુભાઈ ડેલાવાળા, દલસુખભાઈ જાગાણી,  પૂર્વ ધારાસભ્ય મતી ભાનુબેન બાબરીયા, કલેકટર ડો.  રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.