જૂન માસમાં કુલ 3,862 મુલાકાતીઓ મ્યુઝિયમની મુલાકાતે આવ્યા
રાષ્ટપતિ મહાત્મા ગાંધીજીએ જ્યાં અભ્યાસ કર્યો હતો તે રાજકોટની આલ્ફેર્ડ હાઇસ્કૂલ ખાતે કોર્પોરેશન દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જૂન માસ દરમિયાન ઓડિશા હાઇકોર્ટના ચીજ જસ્ટીસ સહિતના અલગ-અલગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને 6 વિદેશી નાગરિકોએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.
ઓડિશા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ જશવંતસિંઘ, હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સના જોઇન્ટ સેક્રેટરી સંજય કુમાર, આઇએસસીએસના એડીશ્નલ સેક્રેટરી શ્રીરામ તરણીકાંતી, આંધ્રપ્રદેશના મિનિસ્ટ્રરી ઓફ હોમ અફેર્સના અનુરાધા પ્રસાદ ઉપરાંત પોલેન્ડના બે નાગરિક, અમેરિકાના બે નાગરિક, ગ્રીસના એક નાગરિક અને ઓસ્ટ્રેલિયાના એક સહિત કુલ છ વિદેશી નાગરિકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. જૂન માસ દરમિયાન કુલ 3,862 લોકો મ્યુઝીયમની મુલાકાતે આવ્યા હતા. શહેરની અલગ-અલગ 10 સ્કૂલના 1037 બાળકોએ પણ મહાત્મા ગાંધીજીની જીવન યાત્રા તેમજ તેમના સિધ્ધાંતો અંગે માહિતી મેળવી હતી.