રાજકોટ શહેરની પ્રવર્તમાન પાણીની પરિસ્થિતિને ધ્યાને રાખી શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ભૂતિયા નળ અને ડાઈરેકટ પમ્પિંગ કરતા નળ જોડાણ શોધી જરૂરી કાર્યવાહી કરવા ચેકિંગ ઝુંબેશનો ચલાવવામાં આવી રહી છે, જેમાં આજે તા.૧૨-૩-૨૦૧૮ના રોજ સોમવારે, શહેરના વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૯માં આવેલા ન્યુ અંબિકા પાર્ક, સન ફ્લાવર સ્કુલની બાજુના વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
આ ચેકિંગ દરમ્યાન ન્યુ અંબિકા પાર્ક, સન ફ્લાવર સ્કુલની બાજુમાંથી ગેરકાયદે લેવાયેલા કુલ ૦૫ કેસ ઝડપાયા હતાં. આ પાંચ આસામીઓના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભૂતિયા નળ જોડાણ તત્કાલ કાપી નાંખવામાં આવ્યા હતાં, જેમાં એમ.કે.બોળીયાનું અડધા ઇંચનું એક નળ જોડાણ તેમજ લાલભાઈ હીરાભાઈના એક-એક ઇંચના ચાર નળ જોડાણ કપાયા હતા.