ભારતમાં છેલ્લા કેટલાંક સમયથી 4Gનેટવર્ક અને ડેટા પ્લાન માટે ધમાસાણ યુધ્ધ ખેલાઇ રહ્યું છે. અને ગ્રાહકોને જેમ બને તેમ ઓછા દરે ડેટા પ્લાન અને ફ્રિ કોલિંગની સુવિધા આપવા તલપાપડ થાય છે. આ કંપનીઓ આ યુધ્ધનું બ્યુગલ ફુંડ્યુ હતું જીઓએ જેણે ફ્રિ અનલિમિટેડ 4Gસપોર્ટેડ ડેટા અને કોલિંગ શરુ કર્યુ હતું જેની માઠી અસર અન્ય ટેલિકોમ કં૫નીઓ પર જોવા મળી હતી. જેને નાથવા વિવિધ કંપનીઓ દ્વારા કાર્યક્રમે બદલાવ આવતા ગયા અને સસ્તામાં સસ્તી સ્કિમ ગ્રાહકોને લલચાવા આપતા ગયા..
વર્તમાન સમયમાં પરિસ્થિતિ એવી થઇ છે કે જીઓ સિવાયની આ ચાર કંપનીઓએ રુ.૨૦૦થી પણ સસ્તા ડેટા અને અનલીમીટેડ કોલીંગ પ્લાન આપ્યા છે.
એરટેલ
– એરટેલ આ પ્લાનમાં 2G, 4Gડેટા મળશે અને અનલિમિટેડ ઓન નેટ કોલિંગ મળશે. સામાન્ય રીતે એરટેલ રુ.૧૪૪માં 1Gડેટા આપ છે. એ ડેટા FUPલીમીટ સાથે નથી આવતો. FUPનો અર્થ એક દિવસમાં જ તમે ૨૮ દિવસનો ડેટા પૂરો કરી શકો એવો થાય છે આ પ્લાનમાં એરટેલ ટુ એરટેલ ૧૦૦૦ મિનિટ મળશે, જ્યારે મહત્તમ ૨૫૦ મિનિટ જ વાત કરી શકાશે અને એ લીમીટ પૂરી થતા ૧૦ પૈસા પ્રતિ મિનિટના રહેશે.
આઇડિયા
૨૮ દિવસની વેલીડીટી સાથે આ પ્લાનમાં તમને 1Gડેટા અને અનલિમિટેડ કોલિંગ મળશે. જો તમે આ પ્લાનને આઇડિયાની વેબસાઇટ કે માય આઇડિયા એપથી રીચાર્જ કરવા પર 1Gએકસ્ટ્રા બેનિફિટ મળશે.
વોડાફોન
વોડાફોનના રુ.૧૭૭ના પ્લાનમાં ૨૮ દિવસની વેલિડિટી સાથે ગ્રાહકોને 1Gડેટા સાથે અનલિમિટેડ કોલિંગ પણ મળશે. આ પ્લાન નવા વોડાફોન યુઝર્સ માટે છે. પરંતુ આ પ્લાનમાં ફ્રી ઇનકમીંગ અને આઉટગોઇંગ કોલિંગની સુવિધા નથી હોતી. રુ.૧૯૯નાં પ્લાનમાં રોજ 1Gડેટા, ૨૮ દિવસની વેલિડિટી છે. પરંતુ કોલિંગ માટે કેટલી શર્તો છે. તમે રોજ ૨૫૦ મિનિટ લોકલ અને એસેટીડી કોલ કરી કશો છો. જેની ૧ અઠવાડિયાની લીમીટ ૧૦૦૦ મિનિટ છે. કોલિંગ લિમિટ પૂરી થતા તમારે ૩૦ પૈસા પ્રતિ કોલ ચૂંકવવાના આવે છે.
એરસેલ
આ પ્લાનમાં ગ્રાહકોને ૨૮ દિવસની વેલિડિટી સાથે 1Gડેટા અને અનલિમિટેડ કોલિંગ લોકલ & STD બંનેમાં સુવિધા ઉપલબ્ધ છે.