હાલના ટ્રસ્ટી મંડળે કાર્યકાળ વધારી મિનિટ બુકમાં ચેડા કરવાના આક્ષેપ સાથે અન્ય રાજવી પરિવારે વાંધો ઉઠાવ્યો’તો
રાજકુમાર કોલેજની સપના ૧૪૮ વર્ષ પહેલા કાઠીયાવાડના રજવાડાઓ દ્વારા કરવામાં આવેલી છે અને રજવાડાઓની ફાઉન્ડર મેમ્બર તરીકેની સીટો અનામત છે. ફાઉન્ડર મેમ્બરો જ ચૂંટણીમાં ઉમેદવારોને મત આપી શકે. આ સંસ્થામાં દર પાંચ વર્ષે ઈલેકશનની જોગવાઈ છે, છેલ્લે ચૂંટાયેલા ટ્રસ્ટીઓ રાઓલ વિજયરાજસિંહજી ઓફ ભાવનગર નવાબ સીદીશાહ મેહબુદખાનજી ઓફ જાફરાબાદ, ઠાકોર સાહેબ છત્રસાલજી ઓફ લીંબડી, ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણ, ઠાકોર સાહેબ કૃષ્ણકુમારસિંહજી ઓફ ચુડા, મહિપાલસિંહજી વાળા ઓફ જેતપુર અને કરનીસિંહજી ઓફ પાટડી છે. તેઓના કાર્યકાળ વર્ષ ૨૦૧૩-૨૦૧૮ સુધીનો છે. તેઓનો કાર્યકાળ તા.૨૭/૨/૨૦૧૮ના રોજ પૂર્ણ થઈ ગયેલો છે. છતાં રેકર્ડ પરના ટ્રસ્ટી અને ચેરમેન તરીકે જેઓ તે વખતે નિમાયેલા છે તેવા જેતપુર મહિપાલસિંહ વાળા સહિત સંસ્થાનો વહીવટ છોડવા માંગતા નથી. વઢવાણ ઠાકોર સાહેબ ટ્રસ્ટી તરીકે વાંધો અને વિરોધ નોંધાવેલો, તેમના વાંધા બાદ ગેરકાયદેસરની પ્રક્રિયાને અંતે મીની બુકમાં પાછળી રેકર્ડમાં ચેડા કરીને ઠરાવો લખવાનો પ્રયત્ન કરેલો છે અને તેમ કરીને પોતાનો કાર્યકાળ વધારવાનો પ્રયત્ન કરેલો છે. જેની સામે ફાઉન્ડીંગ મેમ્બરો પૈકી ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઓફ લખતર, ઠોકાર સાહેબ પૃથ્વીરાસિંહજી ઓફ સાયલા અને ઠાકોર સાહેબ પુષ્પેન્દ્રસિંહજી ઓફ વિરપુરનાએ વાંધો લઈ અને તેમને રાજકોટના સંયુક્ત ચેરીટી કમીશનર સમક્ષ કેસ દાખલ કરી ચૂંટણી જાહેર કરવા અંગે રજૂઆત કરેલી જેમાં સંયુક્ત ચેરીટી કમિશનરે એકતરફી મનાય હુકમ આપેલો. મહીપાલસિંહ વાળાએ પોતાના એક વર્ષના કાર્યકાળને લંબાવવા માટે ફેરફાર રીપોર્ટ મદદનીશ ચેરીટી કમિશનર સમક્ષ દાખલ કરેલો. આ ફેરફાર રીપોર્ટ પેન્ડીંગ હોવાથી સંયુક્ત ચેરીટી કમિશનરે ફેરફાર રીપોર્ટનો નિકાલ ૯૦ દિવસમાં કરવા આદેશ આપેલો જેની સામે મહિપાલસિંહ વાળા અન્યો હાઈકોર્ટ નીચેના હુકમને પડકારતા ચુકાદાને કન્ફર્મ મહંદઅંશે રાખી તેમાં ૯૦ દિવસના બદલે ૬૦ દિવસમાં ફેરફાર રીપોર્ટનો નિકાલ કરવા માટે મદદનીશ ચેરીટી કમિશનર રાજકોટને અલ્ટીમેટમ આપેલું.
કેસને રાજકોટના મદદનીશ ચેરીટી કમીશનરે તમામ પક્ષકારોનો સાંભળી, પક્ષકારોને પુરતી તકો આપી પુરાવાની કાર્યવાહીના અંતે મહિપાલસિંહ વાળાનો કાર્યકાળ લંબાવવાની પ્રક્રિયાના ૧૮ માસ જેવા કાર્યકાળને નામંજૂર કરેલ છે. તાત્કાલીક ચૂંટણી કરવાની ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ચુકાદો આપેલો.
વઢવાણ ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહ ઝાલા તરફે રાજકોટના એડવોકેટ હિતેનભાઈ મહેતા અને પિયુષભાઈ પંડયા રોકાયેલા છે.