શ્રી ખોલડધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલની સંસ્થા સદજયોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અદકેરુ અયાોજન અંકત્ર થયેલ ૧૧ર૦ બોટલ રકત રાજકોટ પોલીસ અને ભારતીય સેના અને તેમના પરીવાર માટે વપરાશે
શ્રી ખોડલધામ ટ્રસ્ટના સ્વપ્નદ્રષ્ટા અને રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ નરેશભાઇ પટેલની સંસ્થા સદજયોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિવરાજભાઇ પટેલ તથા તેની ટીમ સ્ટેશનવાળી શેરી ખાતે અને સામા કાંઠા ભવન ન્યુ માયાણીનગર માલવીયા નગર પોલીસ સ્ટેશનવાળી શેરી ખાતે અને સામા કાંઠા વિસ્તારમા રાજ સ્કુલ ડી માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ ખાતે શ્રી ભોજલરામ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ભરતભાઇ પીપલીયા, વિશાલભાઇ રામાણી, અતુભાલઇ કમાણી તથા ભુપતભાઇ કાનાણી અને ભરતભાઇ લીંબાસીયા દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શ્રી ખોડલધામ વિઘાર્થી સમીતી દ્વારા ચાલતા સરકારી નોકરીના વર્ગોમાંથી સફળ થનારો ર૦ વિઘાર્થીઓનું નરેશભાઇ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
રકતદાન કેમ્પમાં કુલ ૧૧૨૦ બોટલ રકત એકત્ર થયું હતું અને સવારથી જ લોકોને રકતદાન કરવા પ્રત્યેનો ભરપુર ઉત્સાહ જોવા મળ્યો હતો.આ સમગ્ર આયોજન શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના પુત્ર શિવરાજ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
રકતદાન કેમ્પમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત જોઇન્ટ પોલીસ કમિશ્નર ભટ્ટ નાયબ પોલીસ કમિશ્નર મીણા, નાયબ પોલીસ કમિશ્નર કરણરાજ વાઘેલા મદદનીશ પોલીસ કમિશ્નર હર્ષદ મહેતા તથા એન.સી.સી. ના ઉચ્ચ અધિકારી દઢાણીયા હાજર રહ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ, પ્રમુખ પરેશભાઇ ગજેરા તથા ટ્રસ્ટી હંસરાજભાઇ ગજેરા, ચિરાગભાઇ સિયાણી, જીતુભાઇ વસોયા, બકુલભાઇ સોરઠીયા અને સરદાર પટેલ ભવનના પ્રમુખ વલ્લભભાઇ સતાણી, બાબુભાઇ અસલાલીયા તથા ઝવેરભાઇ બુધેલીયા હાજર રહ્યા હતા. આ પ્રસંગે સદજયોતા ચેરીટેબલ ટ્રસ્ટના શિવરાજ પટેલ જણાવ્યું હતું કે આગામી સમયમાં ખોડલધામ મહીલા સમીતી સાથે મળીને રાજકોટ અને નજીકના વિસ્તારને દતક લઇને તે ગામ કે વિસ્તારના આરોગ્ય, સ્વચ્છતા જેવા વિષયો પર સેવાકીય કાર્યો કરશે.