વર્ષ 2013-14ની સરખામણીમાં નેટ કલેકશન વર્ષ 2022-23માં 160 ટકા વધ્યું
સરકાર જે રીતે દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે તેને ધ્યાને લઈ વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પણ અમલવારી શરૂ કરી દેવામાં આવી છે અને પરિણામ રૂપે વિકાસનો રથ પુરપાઠ દોડવા લાગ્યો છે આવકવેરા વિભાગની ગ્રોસ આવક 173 ટકા વધી 19.68 લાખ કરોડ પહોંચી છે આ આંકડો વર્ષ 2013-14 ની સરખામણીમાં બહાર આવ્યો છે. એવી જ રીતે દેશની નેટ ડાયરેક્ટ આવકમાં પણ 160 ટકાનો વધારો નોંધાયો છે જે 16.61 લાખ કરોડ પહોંચ્યું છે. આ પૂર્વે વર્ષ 2013-14માં નેટ આવક 6.38 લાખ કરોડ નોંધાઇ હતી.
બીજી તરફ આવકવેરા વિભાગની આવક જીડીપીમાં પણ એટલીજ ઉપયોગી નીવડી છે. વર્ષ 2013-14માં આવકવેરાની આવક જીડીપીમાં 5.62 ટકા હતી જે વધી વર્ષ 2021-22માં 5.97 ટકા નોંધાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ટેક્સ કલેક્શનને લઈને ઘણા સુધારા કરવામાં આવ્યા હતા અને હવે તેના ફાયદા પણ દેખાઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2022-23માં સરકારના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 10 વર્ષ પહેલાની સરખામણીમાં 173 ટકાનો વધારો થયો છે. બીજી તરફ આવકવેરા રિફંડની રકમમાં ઘટાડો કરવામાં આવે તો સરકારનું ટેક્સ કલેક્શન 2013-14ની સરખામણીમાં 160 ટકા વધુ છે.
નાણાકીય વર્ષ 2022-23માં સરકારનો ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ જે મુખ્યત્વે આવકવેરો અને કોર્પોરેટ આવકવેરાના કલેક્શન રૂ. 19.68 લાખ કરોડ રહ્યું છે. આ 2013-14ના રૂ. 7.21 લાખ કરોડ કરતાં 173 ટકા વધુ છે. એટલું જ નહીં રિફંડની ગણતરી કર્યા પછી 2022-23માં સરકારનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 16.61 લાખ કરોડ થયું છે જે 10 વર્ષ પહેલાં માત્ર રૂ. 6.38 લાખ હતું. હતી. એટલે કે સરકારની ચોખ્ખી આવકમાં 160 ટકાનો વધારો થયો છે.