ઇતિહાસમાં પ્રથમ વખત કવિતા લખવા બદલ કોઈને સજા થઈ હોય તેવો પ્રથમ કિસ્સો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતા હવે શૈક્ષિક લડી લેવાના મૂડમાં
ગુજરાતી ભવનનાં વડા પ્રો. મનોજ જોષી દ્વારા લખેલ કવિતાએ મોટો વિવાદ સર્જ્યો છે. ત્યારે કવિતા લખવા બદલ મનોજ જોષીને નોટીસ પાઠવવામાં આવી હતી. ત્યારે સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાતી ભવનનાં અધ્યક્ષ મનોજ જોષીને સસ્પેન્ડ કરાયા છે. મનોજ જોષીએ યુનિવર્સિટીનાં વિવાદો અંગે કવિતા લખી હતી. ત્યારે કવિતા લખ્યા બાદ કુલપતિએ કારણદર્શક નોટીસ પાઠવી હતી. તેમજ મનોજ જોષી વિરૂદ્ધ ખાતાકીય તપાસ સોંપાઈ હતી. તેમજ યુનિવર્સિટીએ તાત્કાલિક મનોજ જોષીને સસ્પેન્ડ કરી યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. જો કે ઇતિહાસમાં પ્રથમ વખત કવિતા લખવા બદલ કોઈને સજા થઈ હોય તેવો પ્રથમ કિસ્સો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં આવતા હવે શૈક્ષિક લડી લેવાના મૂડમાં આવી ગયું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. યુનિવર્સિટીનાં કૌભાંડો વિશે યુનિવર્સિટીનાં ગુજરાતી ભવનનાં પ્રોફેસર દ્વારા એક વિવાદિત કવિતા લખવામાં આવી હતી. જેમાં તેઓએ યુનિવર્સિટીનાં કૌભાંડોને એક કવિતા રૂપે વર્ણવ્યા હતા.
જે મામલે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ યુનિ. કેમ્પસ પર પ્રતિબંધ જાહેર કરવામાં કરવામાં આવ્યો છે. તેમજ વધુમાં યુનિવર્સિટી દ્વારા મનોજ જોષી વિરૂદ્ધ ખાતાકીય તપાસ સોંપાઈ હતી.
બે વખત સમય આપ્યા બાદ પણ ખુલાસો ન આપતા સસ્પેન્ડ કરાયા: ડો.ગિરીશ ભીમાણી
સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિએ જણાવ્યું હતું કે, અગાઉ મનોજ જોશીને ત્રણ દિવસનો ખુલાસાનો સમય આપવામાં આવ્યો હતો જો કે તબિયત નાદુરસ્ત હોય વિગતો માંગ્યા બાદ વધુ બે દિવસ આપવામાં આવ્યા હતા છતાં ખુલાસો ન આપતા તેમને સસ્પેન્સ કરવામાં આવ્યા છે અને વિશ્વ વિધાલય પ્રત્યે ગમે તેવું લખાણ લખે એ ચલાવી લેવામાં ના આવે માટે આ પગલું ભરવામાં આવ્યુ છે.
ખુલાસા આપ્યા પહેલા જ સસ્પેન્ડ કરાયો: ડો. મનોજ જોશી
સમગ્ર મામલે અબતક દ્વારા મનોજ જોશીનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, મારી તબિયત છેલ્લા કેટલાય સમયથી નાદુરસ્ત હોય અને હોસ્પિટલમાં એડમિટ હોય તો મે હજુ ખુલાસો પણ નહોતો આપ્યો અને મને સસ્પેંડ કરવામાં આવ્યો છે.તેઓને અન્ય કોઇવાતમાં જવાબ ન દેવા અને મૌન સાધી લીધું હતું અને જણાવ્યું હતું કે શૈક્ષિક સંઘ હવે પગલા લેશે.