- ટીમ ઈન્ડિયા ગુરૂવારે પોતાની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમશે: ભારતના તમામ મેચો દુબઇમાં રમાશે: આઠ ટીમો વચ્ચે ખેલાશે જંગ
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન સહિત 8 મોટી ટીમો ટાઈટલ જીતવાના ઈરાદા સાથે ઉતરશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, ભારત અને પાકિસ્તાનને ગ્રુપ-એમાં સામેલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું યજમાન છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ તેની તમામ મેચ દુબઈમાં રમશે. તેથી, 23મી ફેબ્રુઆરીએ યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની સૌથી ચર્ચિત મેચ પણ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જો ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કપ્તાનીમાં ફાઇનલમાં પહોંચે છે તો ટાઈટલ મેચ પણ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ક્રિકેટ ચાહકો ખૂબ જ ઉત્સુક છે. ભૂતપૂર્વ દિગ્ગજો આગાહી કરી રહ્યા છે કે કઈ ટોચની 4 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઈનલમાં પહોંચી શકે છે અથવા કઈ ટીમ ટાઈટલ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. દરેક વ્યક્તિ 23મી ફેબ્રુઆરીની રાહ જોઈ રહી છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈપ્રોફાઈલ મેચ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. તમામ ટીમોને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપ-એમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય ગ્રૂપ-એમાં બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને ગ્રૂપ-બીમાંરાખવામાં આવ્યા છે.
23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર
ગત ચેમ્પિયન પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. પાકિસ્તાનની અંતિમ લીગ મેચ બાંગ્લાદેશ વિરૂદ્ધ રાવલપિંડીમાં 27 ફેબ્રુઆરીએ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. આ મેચ દુબઇમાં રમાશે. પાકિસ્તાન સિવાય ભારતના ગ્રુપમાં અન્ય બે ટીમ બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ છે. મહામુકાબલા પહેલા ભારતનો સામનો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે થશે અને પાકિસ્તાન સામે ટકરાયા બાદ ટીમ ઇન્ડિયા 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે રમશે. બીજા ગ્રુપમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે. ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દુબઇ, લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રમાશે. ભારત પોતાની તમામ મેચ દુબઇમાં રમશે.
મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી-2025 શેડ્યૂલ
- 19 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
- 20 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિ ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
- 21 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, નેશનલ સ્ટેડિયમ, કરાચી
- 22 ફેબ્રુઆરી – ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
- 23 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
- 24 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિ ન્યુઝીલેન્ડ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
- 25 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
- 26 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
- 27 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ બાંગ્લાદેશ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
- 28 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
- 1 માર્ચ – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
- 2 માર્ચ – ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ ફાઈનલ અને સેમી ફાઈનલ મેચ ક્યાં રમાશે
- 4 માર્ચ – સેમિ-ફાઇનલ 1, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
- 5 માર્ચ – સેમિફાઇનલ 2, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
- 9 માર્ચ – ફાઇનલ – ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર/ દુબઇ