વેપાર ઉઘોગના વિવિધ મહત્વના પ્રશ્ર્નો અંગે રજુઆત કરી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવનિયુકત હોદેદારો પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, પૂર્વ પ્રમુખ શિવલાલ બારસીયા, માનવ મંત્રી નૌતમ બારસીયા, માનદ સહમંત્રી કિશોરભાઇ રૂપાપરા ટ્રેઝરર ઉત્સવ દોશીએ ગુજરાતના રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગાંધીનગર ખાતે રુબરુ મુલાકાત લઇ રાજકોટ-સૌરાષ્ટ્રના મહત્વના પ્રશ્ર્નો અંગે રજુઆત કરી હતી.
(૧) વન ટેક્ષ વન નેશન ને ઘ્યાને લઇને ગુજરાત રાજયમાંથી વ્યવસાયવેરો નાબુદ કરી તેમજ આગલા વેરાની રકમ અંગે અદાલત યોજી સંપૂર્ણ વ્યાજ માફ કરી તાત્કાલીક ઘટતું કરવા આ અંગે માન. મુખ્યમંત્રીના હકારાત્મક અભિગમ રહ્યો હતો.
(ર) રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટર શરુ કરવા માટેની જગ્યા ફાળવવા ચેમ્બરે રજુઆત કરી હતી. તેમાં પણ મુખ્યમંત્રીએ ટોકન દરે જગ્યા ફાળવ સહાનુભુતિ દર્શાવી આ ક્ધવેન્શન સેન્ટરની મેઇન્ટેનન્સની જવાબદારી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવે તેવી સલાહ આપી.
(૩) રાજકોટ ખીરસરા ખાતે ફાળવેલ જીઆઇડીસીનું ક્ષેત્રફળ વધારા માટે પુન: વિચારણા કરવા તથા નવા એમો સ્થપાય તેને કેપીટલ ઇન્વેસ્ટમાં રાજય સરકાર દ્વારા સબસીડી આપવા તેમજ રૂ ૨૫૦૦/- પર મીટર મુજબ રકમ તથા મેઇન્ટેનન્સના ટોકન ભાવથી ઉઘોગકારોને તાત્કાલીક ફાળવવા રજુઆત કરેલ. જેના પ્રતિસાદ રુપે રૂ. ૨૫૦૦/- ભાવ પણ ગુજરાત સરકારે નકકી કરેલ છે. આમ ઉઘોગ જગતમાં હર્ષની લાગણી ફેલાયેલ છે.
(૪) એકસપોર્ટરો માટે પરાપીપળીયા ખાતે આઇસીડી ની જમીન ફાળવેલ તે હયાત માર્કેટ ભાવ કરતા પણ વધારે હોય, ઓછા ભાવથી જમીન મળે તે અંગે પુન: વિચારણા કરવા રજુઆત કરેલ જેના ભાવનો પ્રશ્ર્ન પણ ટુંક સમયમાં ઉકેલાય જશે.
(પ) રાજકોટના પડતર વેટ ઓડીટના પ્રશ્ર્નો તેમજ રાજકોટ ખાતે ઘણા સમયથી ખાલી પડેલ અપિલ- ડીસીની તાત્કાલીસક નિમણુંક કરવા રજુઆત કરેલ તેમાં મુખ્યમંત્રીએ આ અંગે તાત્કાલીક ઘટતું કરી અપીલ ડીસીની નિમણુંક કરી દીધેલ છે.રાજકોટ ચેમ્બરના પ્રતિનિધિ મંડળની રજુઆત અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સહાનુભૂભિ દર્શાવી ચેમ્બર દ્વારા ઘ્યાન પર મુકાયેલ પ્રશ્ર્નો અંગે તુરત યોગ્ય કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.