આંધ્ર પ્રદેશ સરકારે ટોકન દરે જમીન ફાળવી તો ગુજરાત સરકાર કેમ ન ફાળવી શકે?
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઘણા સમયથી રાજકોટ ખાતે ઈનલેન્ડ ક્ધટેનર ડેપો અંગે ગંભીરાપૂર્વક કાર્યરત છે. ચેમ્બરના અવિરત પ્રયત્નો તથા રાજય રકારના આ અંગેના હકારાત્મક વલણથી તે અંગે સૈધાંતિક સ્વિકારથી ક્ધટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડીયા તથા રાજય સરકાર હસ્તકથી કંપની વચ્ચે આ અંગે એમઓયુ થયેલ છે.
આ ઉપરાંત ચેમ્બર તરફથી રાજય સરકારને વિનંતી પણ કરવામાં આવેલી છે. કે આ માટેની જ‚રી જમીન ક્ધટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડીયાને ફાળવે જે કેન્દ્ર સરકાર હસ્તકની કંપની છે, જેથી કરીને આ પ્રોજેકટ શ‚આતથી જ આર્થિક રીતે સક્ષમ થાય. મુખ્યમંત્રી વિજયભાઈને રજુઆત કરતી વખતે આ પ્રકારની રાહતદરની જમીનની ફાળવણી આંધ્રપ્રદેશ સરકારે કરી હતી તે વિષેનો એક પત્ર પણ સંદર્ભે મોકલેલ છે. હાલમાં આ વિષે મૌખીક પુછપરછ કરતા મહેસુલ વિભાગે એમ જણાવલે કે આ માટેની પ્રક્રિયા રાજય સરકાર સ્તરે થઈ રહી છે. (જમીનની ફાળવણી તથા કિંમત અંગે) આશા છે કે તે પ્રક્રિયા જલદીથી પુરી થઈને ગ્રાઉન્ડ લેવલ પર કામ શ‚ થઈ જાય તેવું અબતકની મુલાકાતે આવેલા પ્રમુખ શીવલાલબારસીયા, મંત્રી વી.પી. વૈષ્ણવ તથા સમિર શાહ સહિતના આગેવાનોએ જણાવ્યું હતુ.