સૌરાષ્ટ્રના પાટનગર અને શિક્ષણના હબ ગણાતા રાજકોટનો શૈક્ષણિક વહીવટ ખાડે: જિલ્લા શિક્ષણાધિકારી સહિત ૬૦ ટકા જગ્યા ખાલી, ૪૦ ટકા સ્ટાફી શિક્ષણાધિકારી કચેરીનું ગાડુ ગબડાવાય છે.આખા સૌરાષ્ટ્રનું બોર્ડની પરીક્ષાનું સંચાલન જયાંથી વાનું છે ત્યાં જ અંધેર વહીવટ: ધો.૧૦-૧૨ની પરીક્ષાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રાજકોટમાં કાયમી જિલ્લા શિક્ષણાધિકારી નિયુકત કરવામાં સરકારની આળસ
સૌરાષ્ટ્રનું પાટનગર અને શિક્ષણનું હબ ગણાતા રાજકોટમાં છેલ્લા ઘણા સમયી જિલ્લા શિક્ષણાધિકારીની કાયમી નિયુક્તિ નહીં કરાતા બોર્ડની પરીક્ષાના આયોજનમાં પણ અવ્યવસ વાની સંભાવના પ્રબળ બની છે. જિલ્લા શિક્ષણાધિકારી સહિત કચેરીમાં ૬૦ ટકા જેટલી જગ્યાઓ ખાલી હોવાની સ્થિતિ નિર્માણ પામી છે. એકબાજુ બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે બીજીબાજુ આખા સૌરાષ્ટ્રનું બોર્ડની પરીક્ષાનું સંચાલન જયાંથી વાનું છે તેવા રાજકોટનો જ શૈક્ષણિક વહીવટ ખાડે જતા સંકટના વાદળો મંડરાયા છે.
શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૧૫મી માર્ચી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ ઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં બોર્ડની પરીક્ષામાં પ્રશ્ર્નો પત્ર મોકલવાની સહિતની પરીક્ષા સંબંધીત તમામ કામગીરીઓ સૌરાષ્ટ્રનું પાટનગર અને શિક્ષણનું હબ ગણાતા રાજકોટી કરવાનું નકકી કરાયું છે. રાજકોટના શિક્ષણ તંત્ર ઉપર આટલી મોટી જવાબદારી હોવા છતાં છેલ્લા ઘણા સમયી કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિયુક્તિ કરવામાં રાજય સરકાર આળસુ સાબીત ઈ છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં હાલની સ્િિત ઉપર નજર કરવામાં આવે તો કુલ ૬૪ જગ્યાના મહેકમ સામે માત્ર ૨૬ જગ્યાઓ જ ભરાયેલી છે. જયારે ૩૮ જેટલી જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. શિક્ષણાધિકારી કચેરીના વડા ગણાતા ખુદ જિલ્લા શિક્ષણાધિકારીની નિયુક્તિ છેલ્લા ઘણા સમયી કરવામાં આવી ની. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષાની કામગીરીની જવાબદારી કોને સોંપવી તે પણ મોટો પ્રશ્ર્ન ઉપસ્તિ યો છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં હાલ જિલ્લા શિક્ષણાધિકારીની એક, એજયુકેશન ઈન્સ્પેકટરની પાંચ, કચેરી અધિક્ષકની એક, હિસાબી અધિકારીની એક, આસીસ્ટન્ટ એજયુ. ઈન્સ્પેકટરની ૪, શાળા સલાહકારની એક, વિજ્ઞાન સલાહકારની એક અને કારકુનની ૨૪ જગ્યા સહિત કુલ ૩૮ જગ્યાઓ ખાલી પડી છે. જેના પગલે બોર્ડની પરીક્ષા માત્ર ૪૦ ટકા સ્ટાફી જ યોજવાનો સૌથી મોટો પડકાર જિલ્લાના શિક્ષણ તંત્ર ઉપર આવી પડયો છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ હાલ સુરેન્દ્રનગરના જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલ પાસે છે. કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની ખાલી જગ્યા હોવાના કારણે રોજબરોજના શૈક્ષણિક અને વહીવટી કાર્યો પણ ખોરંભે ચઢયા છે. જયારે બીજી બાજુ બોર્ડની પરીક્ષા લેવાનો મોટો પડકાર પણ જિલ્લા શિક્ષણ તંત્ર ઉપર છે. ત્યારે રાજકોટમાં બોર્ડની પરીક્ષાના વિર્દ્યાથીઓ પરીક્ષાના કેન્દ્રો, બિલ્ડીંગ, સીસીટીવી કેમેરા, ટેબલેટ, સુપરવાઈઝર, ચેકિંગ સ્કવોડ સહિતની તમામ વ્યવસઓનું સુચારૂ આયોજન જિલ્લા શિક્ષણાધિકારીના અભાવે ખોરંભે ચઢયું છે.