રાષ્ટ્રવાદ બાદ ભાજપે હિન્દુત્વનું કાર્ડ ખેલીને ભોપાલમાં હિન્દુ કટ્ટરવાદી સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપતા ચૂંટણી જંગ રોમાંચક બન્યો
લોકસભાની ચૂંટણીનો ધમધમાટ પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે છેલ્લી ઘીએ ભોપાલની બેઠક પર કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજયસિંહ સામે ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મેદામાં ઉતારીને હિન્દુ કાર્ડ ખેલતા રાજકીય માહોલ એકાઅકે ધગધગી ઉઠ્યો છે. રાષ્ટ્રવાદ બાદ ભાજપે હિન્દુવાદનું કાર્ડ ઉતારતા ભોપાલનો આ ચૂંટણી જંગ એકાએક દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.
૧૯૮૯ સુધી ભાજપના કબજામા રહેલીભોપાલ લોકસભાની બેઠક પર આ વખતે ભાજપે ૨૦૦૮ના માલેગાવ બોમ્બધડાકાના સંડોવણી બાદ લાંબા સમય જેલમાં રહેલા અને જામીન પર છૂટેલા સાધ્વી પ્રજ્ઞાઠાકુરને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સામે મેદાનમા ઉતાર્યા છે. સાધ્વી પ્રજ્ઞાએ તાજેતરમાં જ ભાજપનું પ્રાથમિક સભ્યપદ મેળવીને ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો.
ભાજપે લાંબા સમયની વિચારણા અને બોધ્ધિક કવાયત બાદ સાધ્વી પ્રજ્ઞાઠાકુરનો હિન્દુત્વના ચહેરા સાથે દિગ્વિજયસિંહ સામે ઉતારવાનો નિર્ણય લીધો હતો. સાધ્વી પ્રજ્ઞા માલેગાંવ બોમ્બ ધડાકા કેસમાં આરોપી તરીકે ઘણા લાંબા સમયથી કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. સાધ્વીને હિન્દુત્વના ચહેરા તરીકે ભાજપે દિગ્વિજય સિંહ સામે મેદામાં ઉતારી દીધા છે. દિગ્વિજયસિંહે હિન્દુઆતંકવાદ અને સંઘ આતંકવાદના શબ્દો રાજકારણમાં તરતા મુકયા હતા.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે બુધવારે જાહેરાત કરી હતી કે કોંગ્રેસ દેશમાં હિન્દુઓની લાગણીની ઉપેક્ષા કરી હિન્દુ આતંકવાદ અને ભગવો આતંકવાદ સાબીત કરવા માટે ખોટા કેસ બનાવી રહી છે. સાધ્વી પ્રજ્ઞાઠાકુર કોંગ્રેસના હિન્દુ વિરોધી વલણ સામે આક્રમકતાથી લડત આપશે સાધ્વી પ્રજ્ઞાઠાકુરે દશવષૅનું જેલવાસ ભોગવી લાંબા સમય બાદ તાજેતરમાં જામીન પર છૂટયા છે.
કોંગ્રેસના રાગદ્વેષથી દસ વર્ષનું જેલવાસ ભોગવી અહીહું રાજકીય અને ધર્મ યુધ્ધ લડવા આવી છું તેમ જણાવી સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યું હતુ કે હું આ ચૂંટણી દેશને કોંગ્રેસ અને દિગ્વિજયસિંહથી સુરક્ષીત રાખવા લડી રહી છું તે ભાજપ અને મારા કોઈ રીતે પડકારજનક નથી અને આ ધર્મયુધ્ધ જીતીને રહીશ.
દિગ્વિજયસિંહ તેમના હરિફને આવકારી ટવીટ કર્યું હતુ કે હું સાધ્વીપ્રજ્ઞાદેવીને ભોપાલમાં આવકારૂ છું અને આશા રાખું છું કે સભ્ય સંસ્કૃત અને વિકાસશીલ ભોપાલનું વાતાવરણ સાફ રહે. ભોપાલનો આ ચૂંટણી જંગ લાંબાગાળાની વિચારધારાનું પ્રતિક બનવા જઈ રહ્યું છે.
ભાજપ કોંગ્રેસ સામે ખોટા કેસ ઉભા કરવાના મુદે લડત આપી રહ્યું છે. એનઆઈએ દ્વારા કોર્ટને એવો અહેવાલ આપ્યો હતો કે કથિત માલેગાંવ બોમ્બ ધડાકા મામલામાં સાધ્વી પ્રજ્ઞાઠાકુર સામે કોઈ પુરાવાઓ ન હોવાથી સાધ્વીની જામીન અરજીનો પણ વિરોધ કર્યો નહતો. ભાજપે ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞાદેવીને મેદાનમાં ઉતારીને જ હિન્દુત્વના મુદે પોતાની પ્રતિબધ્ધતા ઉજાગર કરી છષ.
ટ્રાયલ કોર્ટમાં પ્રજ્ઞાદેવી અને અન્ય સામે ગુનો દાખલ થયો હતો. પરંતુ મકોકા જેવા આકરા કાયદાઓ અન્વયે કેસ ચલાવવો અનુચીત માન્ય હતુ ત્યારબાદ ૨૦૧૭મરાં પ્રજ્ઞાદેવીનો ૮ વર્ષના લાંબા ગાળા બાદ છૂટકારો થયો હતો. સાધ્વીએ જેલવાસ દરમ્યાન યાતના ઓનો આક્ષેપ કર્યો હતો અને પોતે કોંગ્રેસના હિન્દુત્વઆતંકવાદના જુઠાણા સામે લડત આપવા ભાજપની પસંદ બની હોવાનું જણાવ્યું હતુ.
દિગ્વિજયસિંહ ૨૦૧૬માં જણાવ્યું હતુ કે બોમ્બ ધડાકા સંઘ વિચારધારા સાથે જોડાયેલા લોકોએ કર્યા છે. બોમ્બ ધડાકા મકકા મસ્જીદ વિસ્ફોટ, સમજોતા એકસપ્રેસ કે દરગાહ શરીફમાં થયેલા ધડાકા સંઘ વિચારધારા સાથે જોડાયેલા લોકોએ કર્યા હતા. ભોપાલમાં ૪૮ વર્ષના સાધ્વી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વીજયસામે જંગ થવાનો છે. દિગ્વિજયસિંહ દેશમાં મનમોહન સિંહ સરકાર વખતે બોમ્બ ધડાકાઓમાં હિન્દુ આતંકવાદની સંડોવણીનો આક્ષેપ કર્યો હતો. ૨૦૦૮માં ઈન્ડીયન મુજાહીદન આતંકીઓ સામે થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટરને નકલીગ ણાવી, આજમગઢની મુલાકાત લઈ તેને નકલી ગણાવ્યું હતુ પ્રજ્ઞા ઠાકુરે ભાજપનું સભ્યપદ મેળવીને બીજા દિવસે જ ટીકીટ પણ મેળવી હતી.
સાધ્વી પ્રજ્ઞાઠાકુરની પસંદગી હિન્દુ આતંકવાદ કહેનારા લોકો સામે લડત કરવા માટે જ કરવામા આવી છે. દિગ્વિજયસિંહ આ મોરચાના આગેવાન છે. તેમને પરાસ્ત કરવામાં આવશે. દિગ્વિજયસિંહે યુપીએ સરકાર વખતે હિન્દુ પોલીસના હાથે એન્કાઉન્ટરમા માર્યા ગયેલા ઈન્ડિયન મુજાહીદના બાટલા હાઉસમાં મોતને ઘાટ ઉતરેલા યુવાનોના મુદે હોબાળો મચાવ્યો હતો. અને મહારાષ્ટ્ર એન્ટીટેરેરીસ્ટ દ્વારા થયેલી કાર્યવાહીમાં પણ માથુ માર્યું હતુ. ૨૦૦૯માં કોંગ્રેસને રાહુલ ગાંધીના પીઠબળથી દિગ્વિજયસિંહે હિન્દુઆતંકવાદ અને ભગવો આતંકવાદના શબ્દો વહેતા મૂકયાહતા. દિગ્વિજયસિંહ સામે પ્રજ્ઞા ઠાકુરને ઉતારી ભાજપે કોંગ્રેસ સામે અકે મોયો પડકાર ઉભો કર્યો છે.
અમિત શાહે જણાવ્યું હતુકે કોંગ્રેસ હિન્દુ આતંકવાદના નામે હિન્દુઓને દુનિયામાં બદનામ કરી રહી છે. પ્રજ્ઞા ઠાકુર દિગ્વિજયસિંહના હિન્દુ આતંકવાદની વગોવણીનો પ્રતિસોધ વસુલ કરશે. ભોપાલની બેઠક પર દિગ્વિજયસિંહ અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વચ્ચેનો જંગ વિચારધારાનો જંગ બની રહેશે અને તેમાં રાષ્ટ્રવાદનો વિજય થશે એવો વિશ્ર્વાસ અમિતશાહે વ્યકત કર્યો છે.